વૉશિંગ્ટનમાં ૧૫ દિવસ સુધી પબ્લિક ઈમરજન્સી લાગુ કરવામાં આવી
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ પર અંતિમ દિવસો ચાલી રહયા છે ત્યાં અમેરિકામાં ફરીથી હિંસા ભડકી ઉઠી છે. વૉશિંગ્ટન સ્થિત કેપટલ હિલમાં ટ્રમ્પ સમર્થકોએ જાેરદાર હંગામો કર્યો હતો હજારોની સંખ્યામાં ટ્રમ્પ સમર્થકો હથિયારો સાથે સંસદ પરિસરમાં ઘૂસી ગયા હતા. અહિયાં તોડફોડ કરવામાં આવી અને સેનેટ પર કબજાે કરી લેવા પ્રયત્ન કરાયા. લાંબા સંઘર્ષ બાદ હેમખેમ સુરક્ષાદળો લોકોને બહાર કાઢ્યા અને આ હિંસામાં ચાર લોકોની મોત થઈ છે.
કેપિટલ હિલમાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ટ્રમ્પ સમર્થકોએ રેલી કાઢવાની શરૂઆત કરી દીધી અને હંગામાંને જાેતાં સુરક્ષા વધારવામાં આવી છતાં હોબાળો વધતો ગયો અને સમર્થકો અંદર ઘૂસી ગયા જે બાદ લાઠીચાર્જ, ટીયર ગેસનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. આ હિંસામાં કુલ ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જેમાં એક મહિલાની મોત પોલીસની ગોળીથી થઈ છે. અમેરિકાનાઆ વૉશિંગ્ટનમાં હિંસા બાદ પબ્લિક ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે અને આ ઇમરજન્સી ૧૫ દિવસ માટે લંબાવવામાં આવશે તેવા અહેવાલ છે.
અમેરિકાની હિંસા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વોશિંગટન ડીસીમાં હિંસા અને અથડામણ અંગેના સમાચાર જાેવ્યાં બાદ પરેશાન થયો છું. સત્તાનું વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ પરિવહન ચાલવું યોગ્ય છે. લોકશાહીની પ્રક્રિયાને ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનના માધ્યમથી પ્રભાવિત થવા ન દેવી જાેઇએ.
માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ દેશના ઘણા દિગ્ગજ નેતાઓએ અમેરિકાની હિંસા પર ચિંતા વ્યકત કરી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જાેનસને ટિ્વટ કરી કહ્યું કે અમેરિકામાંથી જેવા સમાચાર આવી રહ્યાં છે તે ચિંતા વધારનારા છે, બધાએ શાંતિથી કામ લેવું જાેઇએ. તે સિવાય કેનાડાના પીએમ જસ્ટિસ ટ્રુડો, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, ન્યૂઝીલેંડના પીએમ જેસિંડા પણ ટિ્વટ કરી અમેરિકા હિંસાની ટીકા કરી છે.
યુએસ કેપિટલમાં હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા ત્રણ ટિ્વટ હટાવામાં આવ્યાં છે. જેમાં એ વીડિયોનો પણ સમાવેશ થતો હતો જેમાં ટ્રમ્પે સમર્થકોને સંબોધિત કર્યા હતા. આ સાથે ટિ્વટરે ટ્રમ્પનું એકાઉન્ટ ૧૨ કલાક માટે સસ્પેન્ડ કરી દીધું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના સંયુક્ત સત્ર શરુ થવાના ઠીક પહેલા કહ્યું કે ચૂંટણીમાં હારનો સ્વીકાર નહીં કરે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે તેમાં ગોટાળો થયો છે અને આ ગોટાળો તેમના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જાે બાઇડન માટે કરવામાં આવ્યો, જે હાલ નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા છે. ત્યાર બાદ હિંસા ભડકી.
પ્રેસિડન્ડ ઇલેક્ટની જીત પર મહોર લગાવવા માટે કાંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે. તેની અધ્યક્ષતા ઉપ રાષ્ટ્રપ્રમુખ કરે છે અને ખુરશી પર માઇક પેન્સ હતા. ટ્રમ્પ સમર્થકોની હરકતથી તેઓ ખૂબ જ નારાજ જાેવા મળ્યા. તેઓએ કહ્યું કે, અમેરિકાના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં. આ અમેરિકાની જનતાના ભરોસાનું કેન્દ્ર હતું, છે અને રહેશે. વોશિંગટન ડીસીના પોલીસ પ્રમુખે કહ્યું કે, ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસવા માટે પોલીસ દળ પર રસાયણિક પદાર્થો ફેંક્યા. વોશિંગટન ડીસીના મેયરે સ્થાનિક સમય મુજબ સાંજે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટાયેલા જાે બાઇડને પણ આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી છે. બાઇડને ટ્વીટ કર્યું કે, હું રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આહવાન કરું છું કે તેઓ પોતાની શપથ પૂરી કરે અને બંધારણની રક્ષા કરે અને આ ઘેરાબંધીને સમાપ્ત કરવાની માંગ કરે. વધુ એક ટ્વીટમાં બાઇડને કહ્યું કે, હું સ્પષ્ટ કરું છું કે કેપિટલ બિલ્ડિંગ પર જે હોબાળો આપણે જાેયો, પણ અમે એવા નથી. આ કાયદો ન માનનારા અતિવાદીઓની નાની સંખ્યા છે. આ રાજદ્રોહ છે.
ટ્વીટર બાદ ફેસબુકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુદ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો હટાવી દીધો છે. યૂએસ કેપિટલ હિલમાં થયેલી હિંસા દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. ફેસબુકના વાઇસ પ્રેસિડન્ટ ઓફ ઇન્ટેગ્રિટી, ગાય રોસેને કહ્યું કે, અમે ટ્રમ્પના વીડિયોને હટાવી દીધો છે, કારણ કે અમારું માનવું છે કે આ વીડિયો ચાલી રહેલી હિંસાના જાેખમને ઓછું કરવાને બદલે પ્રોત્સાહન આપી રહ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને શાંતિની અપીલ કરી છે. બીજી તરફ હોબાળાને જાેતાં નેશનલ ગાર્ડને રવાના કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ ટ્વીટ કરીને કહ્યું કે ટ્રમ્પના નિર્દેશ પર નેશનલ ગાર્ડ અને બીજા કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને રવાના કરી દેવામાં આવ્યા છે. અમે હિંસાની વિરુદ્ધ અને શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રપ્રમુખની અપીલનું પુનરાવર્તન કરીએ છીએ.
કાૅંગ્રેસના જાેઇન્ટ સેશનમાં ઇલેક્ટોરલ વોટ્સની ગણતરી શરૂ થઈ રહી છે, જેની અધ્યક્ષતા ઉપ રાષ્ટ્પ્રમુખ માઇક પેન્સ કરી રહ્યા છે. પેન્સે બંધારણનો હવાલો આપતા વોટ કાઉન્ટિંગમાં દખલ કરવાની ના પાડી દીધી છે. ટ્રમ્પે પેન્સ પર તેના માટે દબાણ ઊભું કર્યું હતું. વોટ્સની ગણતરી બાદ જે જીતશે તેનાના નામની ઓફિશિયલ ઘોષણા કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, બાઇડન ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ ટ્રમ્પ સતત અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ લિબરલ ડેમોક્રેટ્સ સાંસદોને પણ ચૂંટણી પરિણામ પલટાવવા માટે સાથ આપવાની અપીલ કરી રહ્યા છે. જ્યારે અનેક વરિષ્ઠ રિપબ્લિકન સેનેટર પણ ટ્રમ્પના પ્રયાસોને ખોટા ગણાવી ચૂક્યા છે.HS