વોઇસ ઓફ ખેડબ્રહ્માના યુવાનોએ બનાવી માનવતાની દિવાલ
ખેડબ્રહ્મા:ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ થી સરદાર ચોક જતા રસ્તે પી.ડબ્લ્યુ.ડી ના કોટ પર ખેડબ્રહ્મા શહેરમાં વોઇસ ઓફ ખેડબ્રહ્માના નવ યુવાનો એ માનવતાની દિવાલ બનાવી છે. આ દીવાલ પર એક બોર્ડ તથા કપડાં લટકાવવા માટે ખીંટીઓ લગાવી છે. સમાજમાં અમુક લોકો પહેરી શકાય તેવા કપડા સહેજમાં ફેંકી દેતા હોય છે ત્યારે આવા કપડા સમાજમાંથી ઉઘરાવી આ યુવાનો અહી લટકાવે છે અને લોકો જાતે પણ આવા કપડાં લટકાવી દેતા હોય છે
પ્રથમ દિવસે જ 50થી વધુ કપડા લોકો થી આવી ને લટકાવી ગયેલ જે કપડામાં બે જ કલાકમાં જરૂરિયાત મંદ લોકો લઈ ગયા હતા. આજના જમાનામાં પણ અમુક નવયુવાનો આવુ કાર્ય કરવા પ્રેરાય તે ખૂબ જરૂરી છે ખેડબ્રહ્મા શહેરમાં વોઇસ ખેડબ્રહ્માના યુવાન જોષી નિકુંજ કનુભાઈ, વિશાલ ભાનુશાલી,. ધવલ રાવલ,. સુમિત મહેતા, બંટી જોશી, કિશન પટેલ, મયંક જોષી તથા અન્ય યુવાનોએ માનવતાની દિવાલ બનાવેલ છે.