Western Times News

Gujarati News

વોઈસ ઓફ લવ સિંગર કેકે પંચમહાભૂતમાં વીલિન થયા

મુંબઈ, ‘વોઈસ ઓફ લવ’ તરીકે ઓળખાતાં સિંગર કેકે (કેકે) પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. ૩૧ મેએ લાઈવ કોન્સર્ટ વખતે હાર્ટ અટેક આવતાં કેકેનું અવસાન થયું હતું. કોલકાતામાં તેઓ પર્ફોર્મ કરી રહ્યા હતા એ વખતે જ તેમની તબિયત લથડી હતી અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ બુધવારે રાત્રે કેકેના પાર્થિવ દેહને મુંબઈ લવાયો હતો.

આજે એટલે ગુરુવારે મુંબઈના વર્સોવા હિન્દુ સ્મશાનમાં કેકેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કેકેના દીકરાએ પિતાને મુખાગ્નિ આપી હતી.
કેકેના નિધનથી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હરિહરન, અભિજીત ભટ્ટાચાર્જી, શ્રેયા ઘોષાલ, સલીમ મર્ચન્ટ, અલકા યાજ્ઞિક, શંકર મહાદેવન, જાવેજ અખ્તર, હર્ષદીપ કૌર, રાહુલ વૈદ્ય, સુદેશ ભોંસલે, જાવેદ અલી, વિશાલ ભારદ્વાજ, મિનિ માથુર, કબીર ખાન સહિતના સેલિબ્રિટીઝ કેકેના અંતિમ દર્શન માટે સ્મશાન ખાતે આવ્યા હતા.

કેકેના પરિવાર અને મિત્રોએ ભીની આંખે તેમને વિદાય આપી હતી. ૫૩ વર્ષીય સિંગર કોલકાતાના નાઝરુલ માંચામાં લાઈવ કોન્સર્ટ કરી રહ્યા હતા. એ વખતે તેમણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને હોટેલના રૂમમાં લઈ જવાયા હતા. ત્યાં તેઓ બેભાન થઈ જતાં તાત્કાલિક સીએમઆરઆઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાેકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું નિધન થયું હતું.

કોલકાતામાં તેમનું પોસ્ટમોર્ટમ પૂરું થયા પછી પરિવાર તેમના પાર્થિવ દેહને મુંબઈ લઈને આવ્યો હતો. એ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કેકેને શ્રદ્ધાંજલી પાઠવી હતી. કેકેનો પાર્થિવ દેહ કોલકાતાના રબીન્દ્ર સદનમાં રાખાવામાં આવ્યો હતો જ્યાં પશ્ચિમ બંગાળ સરકારે બંદૂકની સલામી આપી હતી.ભારતીય મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના સૌથી વર્સેટાઈલ સિંગર પૈકીના એક કેકે હતા. તેમણે, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી સહિતની કેટલીય ભાષામાં ગીતો ગાયા હતા. કેકેના નિધન બાદ હવે તેમની પત્ની, દીકરો અને દીકરી એકલા પડી ગયા છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.