“વોચ એન્ડ વિન” સ્પર્ધાના વિજેતાઓ મળ્યા ‘મોટી બાની નાની વહુ’ ના કલાકારો

કલર્સ ગુજરાતીની “વોચ એન્ડ વિન” સ્પર્ધાના વિજેતાઓ મળ્યા ‘મોટી બાની નાની વહુ’ ના કલાકારોને મળ્યા હતા.
અમદાવાદ, ગુજરાતની એકમાત્ર એન્ટરટેનમેન્ટ ચેનલ કલર્સ ગુજરાતીએ ઓડિયન્સ એંગેજમેન્ટ પ્રવૃત્તિના ભાગરૂપે તાજેતરમાં યોજાયેલી “વોચ એન્ડ વિન” સ્પર્ધાના વિજેતાઓને તાજેતરમાં શરુ થયેલા શો ‘મોટીબાની નાનુ વહુ’ ના સેટ પર બોલાવી તેમને સીરિયલના કલાકારો સાથે મેળવ્યા હતા.
‘મોટીબાની નાની વહુ’ના સેટ પર વિજેતાઓ સેલેબ્રીટીઝને મળીને આનંદિત થઈ ગયા હતા. તેઓને તેમના પ્રિય કલાકાર શ્રી ફિરોઝ ઈરાનીને રૂબરૂ મળવાણી આ તક કલર્સ ગુજરાતી તરફથી આપવામાં આવી હતી. વિજેતાઓની સીરિયલના કલાકારો સાથેની ‘ચા પર ચર્ચા’ ખૂબ જ મજેદાર રહી હતી.