વોટર પાર્કની સ્લાઈડ અચાનક તૂટી પડતા લોકો નીચે પટકાયા
નવી દિલ્હી, અકસ્માત ગમે ત્યારે થઈ શકે છે. આ માટે કોઈ પહેલેથી જ તૈયાર નથી હોતું. જ્યારે વ્યક્તિને આશા પણ ન હોય ત્યારે આવા અકસ્માતો થાય છે, જેનો કોઈએ વિચાર પણ કર્યો નથી. ઈન્ડોનેશિયાના કેનપાર્ક વોટરપાર્કમાં થયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં અચાનક તૂટેલી સ્લાઈડનો અકસ્માત કેદ થયો હતો. જ્યારે આ સ્લાઈડ તૂટી ત્યારે લોકો વોટર પાર્કમાં મસ્તી કરી રહ્યા હતા અને જાેતા જ ૧૬ લોકો ઝડપથી નીચે પડવા લાગ્યા. આ મામલો ૭ મેનો જણાવવામાં આવી રહ્યો છે (આ વાયરલ વીડિયો છે.
આ અજીબોગરીબ વિડીયો ઓનલાઈન ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. ઈન્ડોનેશિયાના મીડિયા અંતરાના અહેવાલ મુજબ આ અકસ્માતમાં લગભગ ૧૬ લોકો ઘાયલ થયા છે. અકસ્માત સમયે તેઓ કેટલાય મીટર ઉપરથી સરકીને નીચે આવી રહ્યા હતા. પરંતુ પછી સ્લાઇડ વચ્ચેથી તૂટી ગઈ અને બધા નીચે પડવા લાગ્યા. આ તમામની હાલત અત્યંત ગંભીર છે અને તમામને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વીડિયોને ફેસબુક પર NOODOU નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આમાં લોકો નીચે પડતા જાેઈ શકાય છે.
જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતનું કારણ સ્લાઈડની બાજુમાં પડેલી તિરાડ છે. સ્લાઇડ ઓવરલોડ થવાને કારણે સ્લાઇડ તૂટી ગઈ અને બધા નીચે પડી ગયા. સાથે વોટર પાર્કમાં મેઇન્ટેનન્સનો પ્રશ્ન પણ ઉભો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવ મહિના પહેલા અહીં મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારથી, અહીંની સ્લાઇડ્સ એક વખત પણ રિપેર કરવામાં આવી ન હતી.
જેના કારણે આ અકસ્માત થયો છે. આ કેસનો વીડિયો વાયરલ થતાં જ ડેપ્યુટી મેયરે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે અન્ય વોટર પાર્કમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેથી ફરી આવું કંઈ ન થાય. તેમણે પાર્કના મેનેજમેન્ટને પણ કાળજી લેવા આદેશ આપ્યો હતો. આવી બેદરકારી મુલાકાતીઓના જીવને પણ જાેખમમાં મૂકી શકે છે.SSS