વોટિંગ મશીન પર વિશ્વાસ નથી:એલેન મસ્ક
અમેરિકામાં પણ EVMનો વિરોધ
એલન મસ્કનું કહેવું છે કે, હું ખુદ ટેકનિક સાથ જોડાયેલો છું, આ કારણ છે કે કોમ્પ્યુટર પ્રોગ્રામ પર વધુ વિશ્વાસ નથી કરી શકતો
વાશિગ્ટન,અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કે ફરી એક વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર સવાલ ઉઠાવ્યા છે. એલન મસ્કે કહ્યું કે વોટિંગ મશીનથી ચૂંટણીમાં ગડબડ થાય છે. મસ્કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. એલન મસ્કનું કહેવું છે કે, હું ખુદ ટેકનિક સાથ જોડાયેલો છું. આ કારણ છે કે કોમ્પ્યુટર પ્રોગ્રામ પર વધુ વિશ્વાસ નથી કરી શકતો, તેને હેક કરવું આસાન છે.વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ એલન મસ્કે પેન્સિલવેનિયાના એક ટાઉન હોલમાં વોટિંગ મશીનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા.
એલન મસ્કે ડોમિનિયન કંપનીની વોટિંગ મશીનોને ફિલાડેલ્ફિયા અને એરિઝોનામાં રિપબ્લિકનની હાર સાથે જોડી હતી.એલન મસ્કે કહ્યું કે ડોમિનિયન વોટિંગ મશીનોનો ઉપયોગ ફિલાડેલ્ફિયા અને મેરિકોપા કાઉન્ટીમાં કરવામાં આવે છે પણ ઘણી અન્ય જગ્યાએ કરવામાં આવતો નથી. શું આ એક સંયોગની જેમ નથી લાગતું? એલન મસ્કે કહ્યુ કે દેશભરમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજાવી જોઇએ. બેલેટ પેપરની મતગણતરી પણ હાથથી થવી જોઇએ.એલન મસ્કે જે ડોમિનિયન કંપનીની વોટિંગ મશીનનો ઉલ્લેખ કર્યાે છે તેના પર ગત વર્ષે ફાક્સ ન્યૂઝે મતની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો.
જોકે, બાદમાં ન્યૂઝ ચેનલ પર કંપનીએ માનહાનિનો કેસ કર્યાે હતો અન ૭૮૭ મિલિયન અમેરિકન ડૉલરની સમજૂતિ બાદ કેસને બંધ કરવો પડ્યો હતો.એલન મસ્કના નિવેદન બાદ ડોમિનિયનના પ્રવક્તાએ જવાબ આપ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે તથ્ય આ છે કે ડોમિનિયન ફિલાડેલ્ફિયા કાઉન્ટીની સેવા નથી કરતી. અમારી મતદાન પ્રણાલી પહેલાથી જ મતદાર દ્વારા વેરિફાઈડ પેપર બેલેટ પર આધારિત છે. પેપર બેલેટની હાથ ગણતરી અને ઓડિટ વારંવાર સાબિત કરે છે કે ડોમિનિયન મશીનો ચોક્કસ પરિણામો આપે છે.ss1