વોટ્સએપ દ્વારા હવે રિલાયન્સ ઘરે- ઘરે કરિયાણું અને શાકભાજી પહોંચાડશે
મુંબઇ, દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના ઈ-કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટ ઓનલાઈન બિઝનેસ વધારવા માટે લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરશે. હવે કરિયાણા, શાકભાજી અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો ઓર્ડર વોટ્સએપ દ્વારા પણ આપી શકાશે.
મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પુત્રી ઈશાએ ફ્યુઅલ ફોર ઈન્ડિયા ઈવેન્ટની મેટાની બીજી આવૃત્તિમાં વોટ્સએપ પર ઓર્ડરિંગનું પૂર્વાવલોકન કર્યું હતું. એક નવા ટેપ એન્ડ ચેટ વિકલ્પ યુઝર્સને વોટ્સએપ દ્વારા કરિયાણાનો ઓર્ડર આપવાની સુવિધા આપશે. ખાસ વાત એ છે કે આ ડિલિવરી ફ્રીમાં રહેશે અને ડિલિવરી માટે કોઈ મિનિમમ ઓર્ડરની જરૂર નથી. યુઝર્સ એપમાં તેમના શોપિંગ કાર્ટને ભરી શકે છે અને જિયોમાર્ટ દ્વારા અથવા ડિલિવરી પર કેશમાં ચૂકવણી કરી શકે છે.
આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, વોટ્સએપ દ્વારા જિયોમાર્ટનો અનુભવ ખરેખર ખૂબ જ સરળ છે. આપણે વાતચીત કરીએ છીએ તેટલો સરળ છે. વોટ્સએપનો ઉપયોગ એકદમ સરળ છે તેથી સપ્લાય માટે ઓર્ડર કરતી વખતે ગ્રાહકને કોઈ મુશ્કેલી નડશે નહીં. જ્યારે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, ગ્રાહકે ફક્ત જિયોમાર્ટ પર ઓર્ડર કરવાની જરૂર છે. જાે તમે ઈચ્છો તો નિયમિત ખરીદી માટે સબસ્ક્રિપ્શન સેટ કરો અથવા તમારી જરૂરિયાત મુજબ વ્યક્તિગત ભલામણો મેળવી શકો છો. ભૂતકાળની ખરીદીનો રેકોર્ડ પણ રાખી શકો છો.HS