Western Times News

Gujarati News

વોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી

નવી દિલ્હી: ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સમાં આજે એટલે કે ૧૬ ડિસેમ્બરે વધુ એક નામ જાેડાઈ ગયું છે અને તે છે વોટ્‌સએપ પેમેન્ટ્‌સ સર્વિસ. ફેસબુકની માલિકીની પોપ્યુલર ચેટ એપ વોટ્‌સએપએ ભારતમાં અગ્રણી બેંકો આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ અને એચડીએફસી સાથે પાર્ટરનશિપ કરી પોતાની ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ કરી દીધી છે. આ ચાર બેંકોના કરોડો ગ્રાહકો વોટ્‌સએપની મદદથી ઓનલાઈન રૂપિયા મોકલી અને મંગાવી શકશે. ભારતમાં કરોડો લોકો વોટ્‌સએપ યૂઝ કરે છે,

જેના પર તેઓ કોલ, એસએમએસની સાથે જ વિડીયો કોલનો પણ લાભ ઉઠાવી શકે છે. હવે તેઓ વોટ્‌સએપથી જ કોઈને પણ રૂપિયા મોકલી શકશે અને તે પણ ઘરબેઠાં ફોન પર. તેના માટે વોટ્‌સએપના હોમપેજ પર જમણી બાજુએ ઉપરમાં દેખાતા ત્રણ ડોટ્‌સ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમને પેમેન્ટ્‌સ ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરતા જ પેમેન્ટ વિન્ડો ખુલશે, જેમાં છઙ્ઘઙ્ઘ હીુ ॅટ્ઠઅદ્બીહંજ દ્બીંર્રઙ્ઘ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો અને એકસેપ કરતા જ તમારી સામે બેંકોના નામ આવી જશે, જેની સાથે વોટ્‌સએપએ પાર્ટરનશિપ કરી છે.

તમે એસબીઆઈ, એચડીએફસી, એક્સિસ કે આઈસીઆઈસીઆઈમાંથી કોઈ પણ બેંકના કસ્ટમર છો તો બેંક ઓપ્શનમાંથી તમારી બેંક પર કરો. તે પછી તમારા ફોન નંબર દ્વારા બેંકથી વેરિફાઈ કરવાનું રહેશે. તેના માટે તમે એ જ મોબાઈલ નંબર નાખજાે જે તમે બેંકને પણ આપ્યો છે. હવે, વોટ્‌સએપ પર તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને એવું કરતા જ વોટ્‌સએપ એ જ સમયે બેંકમાંથી તમારું અકાઉન્ટ વેરિફાઈ કરશે અને પછી પેમેન્ટ સર્વિસની શરૂઆત થઈ જશે. હવે, તમે ઈચ્છો તેને રૂપિયા મોકલો અને તેની પાસેથી રૂપિયા મંગાવો.

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે ભારતમાં વોટ્‌સએપ પેમેન્ટ સર્વિસની શરૂઆત કરતા કહ્યું કે, અમે નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને પેમેન્ટ સંપૂર્ણ રીતે સિક્યોર અને વિશ્વાસપાત્ર બને, તેનું પુરું ધ્યાન રાખવામાં આવ્યું છે. વોટ્‌સએપ પેમેન્ટ સર્વિસને ભારતના યુનિફાઈડ પેમેન્ટ્‌સ ઈન્ટરફેસનો ઉપયોગ કરીને ડેવલપ કરાઈ છે, જેના દ્વારા ઈન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસની મજા લઈ શકાશે. તો વોટ્‌સએપ ઈન્ડિયાના પ્રમુખ અભિજીત બોસનું કહેવું છે કે, અમે ભારતમાં ચાર અગ્રણી બેંકોની સાથે પાર્ટનરશિપ કરીને ઘણા ખુશી છીએ અને ડિજિટલ પેમેન્ટ સર્વિસને સરળ અને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.