Western Times News

Gujarati News

વોડાફોને Apple iPhone હેન્ડેસેટ્સ પર E-sim લોંચ કરવાની જાહેરાત કરી

ભારતની અગ્રણી ટેલીકમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઇડર વોડાફોન આઇડિયા લિમિટેડે ઇ-સિમ સક્ષમ એપલ ઉપકરણોનો ઉપયોગ કરતા વોડાફોનનાં પોસ્ટપેઇડ ગ્રાહકો માટે ઇસિમ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી, જેમાં આઇફોન 11, આઇફોન 11 પ્રો, આઇફોન પ્રો મેક્સ, આઇફોન SE, આઇફોન Xs, આઇફોન Xs મેક્સ અને આઇફોન Xr સામેલ છે. ટૂંક સમયમાં આ સર્વિસ સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ અને ગેલેક્સી ફોલ્ડમાં પણ ઉપલબ્ધ થશે. અત્યારે સર્વિસ મુંબઈ, દિલ હી અને ગુજરાતના પસંદગીના સર્કલમાં ઉપલબ્ધ છે.

ઇસિમનો ઉપયોગ કરવા સક્ષમ હેન્ડસેટનો ઉપયોગ કરતા વોડાફોનના પોસ્ટપેઇડ ગ્રાહકોને નેટવર્કની સુલભતા મેળવવા ફિઝિકલ સિમ કાર્ડની જરૂર નહીં પડે. ઇસિમ ઇન્ટિગ્રેટેડ સિમ ચિપ સ્વરૂપે આવશે, જે તમામ સપોર્ટેડ મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ સાથે કમ્પ્લાયન્ટ હશે. ગ્રાહકો મેન્યુઅલી ફિઝિકલ સિમ કાર્ડ બદલ્યાં વિના નોર્મલ કોલિંગ, ડેટા એક્સેસ વગેરે સર્વિસ મેળવી શકશે.

વોડાફોન આઇડિયાના માર્કેટિંગ ડાયરેક્ટર અવનીશ ખોસલાએ ઇસિમ ટેકનોલોજી વિશે કહ્યું હતું કે, “વોડાફોન આઇડિયા અમારા પોસ્ટપેઇડ ગ્રાહકો માટે ઇસિમ ટેકનોલોજી પ્રસ્તુત કરીને ખુશ છે, જે તેમને સિંગલ સિમ ડિવાઇઝ પર પણ એકથી વધારે સિમ ધરાવવાની સુવિધા અને અનુકૂળતાનો લાભ મેળવવા સક્ષમ બનાવશે. એટલે અમારું માનવું છે કે, ઇસિમ અમારા ગ્રાહકોને સંવર્ધિત અનુભવ પ્રદાન કરશે, કારણ કે એનાથી તેઓ તેમના હેન્ડસેટ પર વધારે સર્વિસ મેળવી શકશે.”

તમારા ફોન પર ઇસિમ કેવી રીતે મેળવવું.

હાલના ગ્રાહકો  “eSIM <space> email id” ટાઇપ કરીને 199 પર SMS કરો (જો તમારા મોબાઇલ નંબર સાથે ઇમેલ આઇડી રજિસ્ટર્ડ ન હોય, તો 199 પર “email <space>email id” લખીને SMS કરો. રજિસ્ટ્રેશન પછી તમે ઇસિમ પ્રક્રિયા ફરી શરૂ કરી શકો છો).

§  જો તમારું ઇમેલ વેલિડ હશે, તો તમને 199 પરથી SMS મળશે. તમારે સિમ રિક્વેસ્ટની પુષ્ટિ કરવા ESIMY લખીને પરત જવાબ આપવો પડશે

§  તમારી SMS પુષ્ટિ પછી તમને 199 પરથી વધુ એક SMS મળશે, જેમાં તમને કોલ પર સંમતિ પ્રદાન કરવાનું કહેવામાં આવશે

§  કોલ પર તમે પુષ્ટિ આપ્યા પછી QR કોડ સાથે ઇમેલ રજિસ્ટર્ડ ઇમેલ આઇડી પર મોકલવામાં આવશે.

§  QR કોડ સ્કેન કરોઃ

એપલ હેન્ડસેટ : તમારો ફોનને વાઇ-ફાઈ કે મોબાઇલ ડેટા સાથે કનેક્ટ કરો.

·         “સેટિંગ્સ”માં જાવ > “મોબાઇલ ડેટા” સિલેક્ટ કરો>  “એડ ડેટા પ્લાન” પર ક્લિક કરો

·         હવે મેલ પર “સ્કેન QR કોડ” મળશે.

·         ફોન પર પ્રોમ્પ્ટ્સને ફોલો કરો.

નવા ગ્રાહકો   વોડાફોનનું નવું ઇસિમ કનેક્શન મેળવવા ઓળખ અને ફોટોગ્રાફના પુરાવા સાથે નજીકના વોડાફોન સ્ટોરની મુલાકાત લો.   જો તમે હેન્ડસેટ લઈ જાવ તો વધારે સારું, જેથી એક્ટિવેશન પ્રક્રિયા દરમિયાન જનરેટ થયેલા QR કોડને તાત્કાલિક સ્કેન કરી શકાશે

ઇમેલ દ્વારા મોકલવામાં આવેલો QR કોડનો ઉપયોગ સિંગલ સ્કેન માટે જ કરી શકાશે અને ઇસિમ કોડ સ્કેન કર્યાના 2 કલાકમાં સફળતાપૂર્વક એક્ટિવેટ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.