વોડાફોન આઇડિયાએ રિટેલ આઉટલેટ્સમાં વોઇસ આધારિત કોન્ટેક્ટલેસ રિચાર્જ સર્વિસ શરૂ કરી
મુંબઈ, વોડાફોન આઇડિયાએ રિટેલ આઉટલેટ્સ પર ગ્રાહક અને રિટેલર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કોન્ટેક્ટલેસ રિચાર્જની સુવિધા આપવાની ઉદ્યોગમાં સૌપ્રથમ પહેલ શરૂ કરી છે. આ વોડાફોન આઇડિયાની સ્માર્ટ કનેક્ટ રિટેલ એપ દ્વારા શક્ય બન્યું છે, જે રિટેલર્સને રિટેલર્સને મોબાઇલ નંબર એન્ટર કરવા ગ્રાહકને ફોન આપવાની જરૂરિયાત વિના રિચાર્જ કરવાની સુવિધા આપે છે. ગ્રાહક કે રિટેલર ડિવાઇઝ પર 10 આંકડાનો મોબાઇલ નંબર બોલી શકે છે અને ગૂગલ વોઇસ અનેબલ્ડ ફિચર 10 ફીટ સુધીના અંતરથી આ અવાજને ઝીલી શકશે.
જ્યારે ગ્રાહક રિચાર્જ માટે રિટેલર પાસે આવે છે, ત્યારે રિટેલર ગ્રાહકને તેમનો મોબાઇલ નંબર ટાઇપ કરવા ફોન આપે છે (સ્માર્ટ કનેક્ટ રિટેલર એપ ખુલવાની સાથે), જેથી સાચો મોબાઇલ નંબર એન્ટર થાય. જોકે હાલ સોશિયલ ડિસ્ટન્સિંગના સમયગાળામાં આ વ્યવહારિક વિકલ્પ રહ્યો નથી.
જ્યારે દેશના વિવિધ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રિટેલ આઉટલેટ ખુલી ગયા છે, ત્યારે વોડાફોન આઇડિયાએ એના સ્ટોર્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રોટોકોલનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કર્યો છે. કોન્ટેક્ટલેસ રિચાર્જ માટે સ્માર્ટ કનેક્ટ હવે વોઇસ આધારિત રિચાર્જ સાથે અનેબલ્ડ થઈ છે અને આ વોડાફોન આઇડિયાનાં સ્ટોર્સ અને મલ્ટિબ્રાન્ડેડ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો મોબાઇલ નંબર બોલી શકે છે, જે રિચાર્જ ટેબમાં ઝીલાશે અને દેખાશે. ત્યારબાદ રિચાર્જની પ્રક્રિયા હાલની પ્રક્રિયા મુજબ આગળ વધશે.
નવા વોઇસ આધારિત કોન્ટેક્ટલેસ રિચાર્જ પ્રોગ્રામ પર વોડાફોન આઇડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર અંબરિશ જૈને કહ્યું હતું કે, “ગ્રાહકકેન્દ્રિત ટેલીકોમ ઓપરેટર તરીકે અમે સતત સમયની સાથે પ્રસ્તુત ઉત્પાદનો અને સેવાઓ રજૂ કરવા અને અમારા ગ્રાહકોને સતત જોડાયેલા રાખવા પ્રયાસ કરીએ છીએ. અમારા ડિજિટલને પ્રાધાન્ય આપવાના અભિગમને અનુરૂપ અમે આશરે 300 મિલિયન ગ્રાહકોને અમારી સુવિધાજનક અને અસરકારક સેવાઓ ઓફર કરવા અમારી પ્રક્રિયાઓનું ડિજિટાઇઝેશન કર્યું છે. ઉદ્યોગમાં સૌપ્રથમ વોઇસ આધારિત કોન્ટેક્ટલેસ રિચાર્જ ટચ કર્યા વિના રિચાર્જ કરવાની સુવિધા આપે છે અને અત્યારે સલામતી માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે, ત્યારે આ સર્વિસ અતિ પ્રસ્તુત છે.”
અત્યારે વોઇસ આધારિત ફિચર હિંદી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરે છે તથા વિવિધ વેરિએશનમાં મોબાઇલ નંબરને કમાન્ડ આપી શકે છે. તબક્કાવાર રીતે વધારે ભાષાઓમાં ઉમેરવામાં આવશે.
કંપનીએ તાજેતરમાં વેબસાઇટ અને વ્હોટ્સએપ પર એઆઈ પાવર્ડ કસ્ટમર સર્વિસ બીઓટી શરૂ કરી છે. હવે ગ્રાહકોની સુવિધા વધારવા આ સર્વિસ પ્રસ્તુત કરી છે. વોડાફોન આઇડિયાએ ગ્રાહકોને એમની સુવિધાએ અને તેમના ઘરમાં સલામત રીતે ડિજિટલ રિચાર્જ કરાવવા સક્ષમ બનાવવા અનેક પહેલો પણ હાથ ધરી છે.