વોડાફોન આઇડિયાના ગ્રાહકો હવે કિરાના અને મેડિકલ સ્ટોરમાંથી રિચાર્જ કરાવી શકશે
– લોકડાઉન દરમિયાન રિચાર્જ માટે ડિજિટલ ચેનલોનો ઉપયોગ કરવા સક્ષમ ન હોય એવા ગ્રાહકો માટે રિચાર્જ સુવિધાઓ આપવાની પહેલ
અમદાવાદ, લોકડાઉન દરમિયાન રિટેલ આઉટલેટ્સ બંધ રહેવાથી ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને રિચાર્જ કરવા સક્ષમ ન હોય એવા પ્રીપેઇડ મોબાઇલ ફોન યુઝર્સ રિચાર્જ કરાવવામાં મુશ્કેલી અનુભવે છે. અત્યારે કિરાના અને મેડિકલ સ્ટોર્સ જેવા આવશ્યક સેવાના આઉટલેટ જ કાર્યરત હોવાથી વોડાફોન આઇડિયાએ હવે એના ગ્રાહકોને ગુજરાતમાં આ સ્ટોર્સમાંથી સરળતાપૂર્વક રિચાર્જ કરાવવાની સુવિધા આપી છે.
વોડાફોન આઇડિયાના ગ્રાહકો હવે ગુજરાતના તમામ શહેરો અને નગરોમાં 13,000થી વધારે આઉટલેટમાંથી રિચાર્જની સુવિધાનો લાભ લઈ શકે છે. વોડાફોન આઇડિયાએ સર્કલમાં આ પ્રકારનાં આઉટલેટની સંખ્યામાં વધારો કર્યો છે, જેથી એ ગ્રાહકો તેમના ઘરની નજીક આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી સાથે રિચાર્જ કરાવવાના વધારે વિકલ્પ મેળવી શકે છે. અત્યાર સુધી આ પહેલનો લાભ વોડાફોન આઇડિયાના હજારો ગ્રાહકોએ લીધો છે.
વોડાફોન આઇડિયાએ હાલના રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન હંમેશા જોડાયેલા રહેવા સ્માર્ટફોન અને ફિચર ફોન યુઝર્સ માટે બિલ પેમેન્ટ અને રિચાર્જના વિવિધ વિકલ્પો પ્રસ્તુત કર્યા છે. કિરાના આઉટલેટ, મેડિકલ સ્ટોર અને કંપનીની માલિકીના સ્ટોર દ્વારા રિચાર્જની સુવિધા આપવાની આ લેટેસ્ટ પહેલનો ઉદ્દેશ મોટી સંખ્યામાં પ્રીપેઇડ યુઝર્સની સુવિધા વધારવાનો છે, જેઓ ડિજિટલ માધ્યમો થકી રિચાર્જ કરવા સક્ષમ નથી. ગ્રાહકો માટે આ ઉપયોગી પહેલથી કિરાના અને મેડિકલ સ્ટોર્સ રિચાર્જ કરાવવાની સુવિધા આપીને વધારાની આવક પણ ઊભી કરી શકશે.
લોકડાઉન ગાળામાં વોડાફોન આઇડિયાએ ફિચર ફોનનો ઉપયોગ કરતા એના 2જી ગ્રાહકોને એસએમએસ અને મિસ્ડ કોલ દ્વારા ક્વિક રિચાર્જની સુવિધા મેળવવામાં મદદ પણ કરી છે. પ્રી-પેઇડ ગ્રાહકો તેમની નજીકની બેંકના એટીએમમાંથી પણ રિચાર્જ કરાવી શકે છે. ઉપરાંત વોડાફોન આઇડિયાએ ડિજિટલ સેવ્વી ગ્રાહકોને #RechargeforGood માટે અપીલ કરી છે અને આ રીતે ડિજિટલ પ્લેટફોર્મથી વાકેફ ન હોય એવા મિત્રો, સગાસંબંધીઓ અને પડોશીને મદદ કરવા વિનંતી
કરી છે.