Western Times News

Gujarati News

વોડાફોન ફાઉન્ડેશનને 6 રાજ્યોમાં આર્થિક રીતે નબળાં 3000 પરિવારોને 10 દિવસનાં રાશનની કિટ આપી

· જાદુ જિની કા પ્રોગ્રામ અંતર્ગત ગલી ગલી ગાંવ ગાંવ નાણાકીય સાક્ષરતા પહેલમાં સામેલ અને લોકડાઉનની માઠી અસર ભોગવતા ગરીબ પરિવારોને પર્યાપ્ત ખાદ્ય સામગ્રી પૂરી પાડી

ભારતમાં કોવિડ રોગચાળાને કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લાગુ છે, જેના કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે. આ લોકડાઉનમાં સંક્રમણ અટકવાથી અનેક લોકોનું જીવન બચી ગયું હોવા છતાં એનાથી રોજિંદી આવક પર નિર્ભર મોટા ભાગના લોકોની ચિંતામાં વધારો થયો છે.

વોડાફોન આઇડિયા લિમિટેડની સીએસઆર સંસ્થા વોડાફોન ફાઉન્ડેશને સીએસસી એકેડેમી લર્નિગ લિન્ક્સ ફાઉન્ડેશન સાથે માઠી આર્થિક અસર અનુભવતા આ પ્રકારનાં પરિવારોને જરૂરી ટેકો આપ્યો છે, જે જાદુ જિની કા પ્રોગ્રામ અંતર્ગત ગલી ગલી ગાંવ ગાંવ પહેલનો ભાગ છે. દરેક પરિવારને અનાજની કિટ આપવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા 8થી 10 દિવસ માટે ચારથી પાંચ સભ્યોના પરિવાર માટે પર્યાપ્ત ખાદ્ય સામગ્રી છે. આ પહેલ ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં હાથ ધરવામાં આવી છે, જ્યાં સીએસસી જરૂરિયાતમાં હોય એવા લોકોને સામગ્રી મળે એવું સુનિશ્ચિત કરે છે.

વોડાફોન ફાઉન્ડેશનનાં ડાયરેક્ટર પી બાલાજીએ કહ્યું હતું કે, “ભારતમાં કોવિડ19ના 64000થી વધારે કેસો નોંધાયેલા હોવાથી સરકાર અને વ્યવસાયોએ અર્થતંત્રમાં સૌથી ઓછી આવક ધરાવતા વર્ગની સુવિધા માટે વિવિધ પહેલો હાથ ધરી છે તથા કાર્યદક્ષતા અને વ્યાપ વધારવા અમારા જેવી વિકાસલક્ષી સંસ્થાઓનો સહિયારો ટેકો માંગ્યો છે.

આ પ્રયાસના ભાગરૂપે 3000 પરિવારોને 10 દિવસની રાશન કિટ આપવામાં આવી છે, જે વ્યાપક હિતને ટેકો આપે છે અને કેટલાંક સૌથી વધુ અસર થયેલા પરિવારોને અસ્તિત્વ ટકાવવા માટેની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડે છે. અમે અમારા જાદુ જિની કા ફાઇનાન્સિયલ લિટરસી પ્રોગ્રામ અંતર્ગત હાથ ધરવામાં આવેલી પહેલ સાથે કામ કરીએ છીએ. હું જીજેકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કને સુવિધા આપવા ટીમના પ્રયાસો અને સાથસહકારનો આભાર માનું છું, જેથી કટોકટી દરમિયાન જરૂરિયાતમંદ લોકોને મદદ અને ટેકો મળશે.”

સીએસસી એકેડેમી સાથે વોડાફોન ફાઉન્ડેશનનું જોડાણ કેન્દ્રીય કાયદો અને વ્યવસ્થા, સંચાર તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી આદરણીય શ્રી રવિશંકર પ્રસાદના વિઝનના પરિણામે થયું હતું, જે દરેક ભારતીયના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થવા ડિજિટલ અને નાણાકીય જાણકારી સુનિશ્ચિત કરે છે.

આ વિઝન પૂર્ણ કરવા વોડાફોન ઇન્ડિયા ફાઉન્ડેશનના સપોર્ટ સાથે લર્નિંગ લિન્ક્સ ફાઉન્ડેશને એના ફ્લેગશિપ ફાઇનાન્સિયલ લિટરસી પ્રોગ્રામ ‘જાદુ જિની કા’ને 16 રાજ્યોમાં ચલાવ્યો છે. આ પાર્ટનરશિપછી સાત રાજ્યોમાં સાત વાનોમાં ડિલિવરી થાય છે, જે પાયાના સ્તરે જોડાયેલા સમુદાયોને જાદુ જિની કા પ્રોગ્રામ દ્વારા નાણાકીય અને ડિજિટલ સર્વસમાવેશકતા અંતર્ગત લાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ મૂળભૂત નાણાકીય જાણકારી સાથે 1.5 કરોડ ભારતીયોને સક્ષમ બનાવવાનો છે.

વોડાફોન આઇડિયા સમાજના નબળા વર્ગોના ઉત્થાન માટે સોલ્યુશન ઓફર કરવા મોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા દેશમાં સામાજિક ઉદ્દેશોને ટેકો આપે છે. રાશન કિટનું પ્રદાન એ દિશામાં વધુ એક પ્રયાસ છે. વોડાફોન ફાઉન્ડેશન ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તબીબી સુવિધાઓમાં પણ સપોર્ટ કરે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.