વોડા-આઇડિયાની ખરાબ હાલતથી કુમાર મંગલમ બિરલાને બે લાખ કરોડ રૂપિયાનો ફટકો
૨૦૧૭ બાદથી હજુ સુધી બિરલાની સંપત્તિ એક તૃતિયાંશ ઘટી ગઈઃ મોટા ભાગની કંપનીઓમાં પણ માંગમાં સુસ્તી
નવીદિલ્હી, વોડા ગ્રુપની ખરાબ આર્થિક Âસ્થતિના કારણે તેના બીજા સૌથી મોટા મૂડીરોકાણકાર કુમાર મંગલમ બિરલાની નાણાંકીય Âસ્થતિ ઉપર પણ થઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ વોડાફોન-આઈડિયાની ખરાબ હાલતથી કુમાર મંગલમ બિરલાને બે લાખ કરોડ રૂપિયાનો ફટકો પડી ચુક્યો છે.
બિરલાને છેલ્લા નાણાંકીય વર્ષમાં બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોનની સાથે હાથ મિલાવ્યા બાદથી ભારે નુકસાન થયું છે. આંકડા દર્શાવે છે કે, વર્ષ ૨૦૧૭ના છેલ્લા ગાળાથી હજુ સુધી તેની સંપત્તિ એક તૃતિયાંશ ઘટી ગઈ છે. હકીકતમાં બિરલાને આ ફટકો વોડાફોનના વધતા નુકસાન અને દેવાની રકમમાં વધારો થવાથી તેના શેરના ભાવ ગગડી રહ્યા છે. બ્લુમર્ગના અહેવાલ મુજબ કેમિકલ્સ, મેટલ્સ અને સિમેન્ટ સેક્ટરની બિરલાની મુખ્ય કંપનીઓ પણ માંગમાં મંદીના દોરમાંથી પસાર થઇ રહી છે.
બ્લુમર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ બે વર્ષ પહેલા બિરલાની સંપત્તિ ૯.૧ અબજ ડોલર હતી જે હવે ઘટીને ૬ અબજ ડોલર થઇ ગઇ છે. એટલે કે તેમની સંપત્તિમાં ૩.૧ અબજ ડોલર અથવા તો ૨૧૭ અબજ રૂપિયાનો ઘટાડો થયો છે. ઇન્ડેક્સ મુજબ તેમની સંપત્તિને વધારે નુકસાન તેમની હોલ્ડિંગ કંપની આદિત્ય બિરલા ગ્રુપના કારણે થયું છે. પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓના લોન્ચિંગ બાદથી એક પછી એક ફટકાની અસર ટેલિકોમ સેક્ટરમાં અન્ય રોકાણ કંપનીઓ ઉપર થઇ રહી છે.
મૂડીરોકાણ કરવાની હિંમત દર્શવાનાર એકમાત્ર ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા હતા. તેઓએ પોતાની કંપની આઈડિયા સેલ્યુલરને વોડાફોન આઈડિયાની સાથે મર્જ કરી દઇને નવી કંપની વોડાફોનઆઈડિયા બનવી હતી. કંપનીને છેલ્લા સપ્તાહમાં દેશના કોર્પોરેટ જગતમાં સૌથી વધરે નુકસાન થયું હતું તે વખતે વોડાફોન ગ્રુપના સીઈઓ નિક રીડે તો અહીં સુધી કહી દીધું હતું કે, જા સરકાર પાસેથી કોઇ રાહત મળશે નહીં તો કંપની ભારતીય બજારમાંથી નિકળી જવા ઉપર વિચારમા કરી શકે છે.
વોડાફોન આઈડિયાના શેર ૨૦૧૭ના છેલ્લા તબક્કાથી હજુ સુધી ૯૪ ટકા ઘટી ગયા છે. આના કારણે તેની માર્કેટ મૂડી ઘટીને ૨.૭ અબજ ડોલર અથવા તો આશરે ૧૯૦ અબજ રૂપિયા રહી ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપે દુનિયાની સૌથી મોટી એલ્યુમિનિયમ રોલિંગ કંપની હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીમાં હિસ્સેદારી મેળવી છે. તેમની પાસે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીની હિસ્સેદારી પણ રહેલી છે. દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની ગ્રાસિમના નિયંત્રણમાં છે.