વોરંટથી ધરપકડ ટાળવા છુપાતા ફરતા આરોપીઓને હાજર થવા ફરમાન
અમદાવાદ, સિટી સેશન્સ કોર્ટ, લાલ દરવાજા, ભદ્ર ,અમદાવાદ દ્વારા નીચે જણાવેલ બે આરોપીઓ નામદાર સિટી સેશન્સ કોર્ટમાં હાજર નહિ રહેતા તેઓ વિરુદ્ધ ધરપકડ વોરન્ટની કાર્યવાહી થયેલ છે, પરંતુ આ આરોપીઓ (૧) બીહારીલાલ હિરાલાલ અગ્રવાલ રહે. સિકંદરાબાદ, હજવડા જી. બુલંદ શહેર ઉત્તરપ્રદેશ (૨) રામસ્નેહી સંદર પાંડે રહે. મ.નં. ૧૦૯/૧૪, ગુમટી નં. ૫, જવાહરનગર, કાનપુર, ઉત્તરપ્રદેશ સામે પકડ વોરંટની બજવણી થયેલ પરંતુ આ આરોપીઓ સામે વોરંટની ભજવણી થઈ શકેલ નથી. તેથી આ નાસતા ફરતા આરોપીઓને મહે. પ્રિન્સિપાલ જજશ્રી એમ.કે. દવે સાહેબની કોર્ટ નં.૧, સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ,લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ શહેરના કોર્ટમાં તા. ૩૧/૦૧/૨૦૨૦ સુધી હાજર ફરમાન કરવામાં આવેલ છે તેમ નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-૩, અમદાવાદ શહેરની અખબારી યાદીમાં જણાવાયું છે.