વોરની તોલે કોઇ ઘટના આવે તેમ નથી
નિર્માતાઓ મોટા પાયે એક્શનથી ભરપૂર ટ્રેલર લોંચ કરવા માગે છે, પરંતુ ટૂંક સમયમાં જ સમજાયું કે તેઓએ જે કંઇ પ્લાન કર્યું છે તે ફિલ્મના સ્કેલ સાથે ક્યારેય મેળ ખાતું નથી. તેથી તેમણે આ ઘટનાને રદ કરવાનો નિર્ણય લીધો છે !
પ્રોડક્શન હાઉસની નજીકના સૂત્રો અનુસાર “ટીમ મૂળભૂત રીતે તો અગાઉ ક્યારે જોયું ન હોય તેવું ભારે વિશાળ, એકશનથી ભરપૂર થ્રીલર ટ્રેલર લોન્ચ કરવા માગતી હતી. પરંતુ પરંતુ વિવિધય યોજનાઓ પર 4 મહિના સુધી કામ કર્યા બાદ તેમને પ્રતીતી થઇ છે મોટી ઘટનાને જે રીતે આકાર આપવામાં આવ્યો છે તેમાં કંઇ જ નથી, તે હજુ પણ જે રીતે ટ્રેલર પ્રેક્ષકોને વચન આપે છે તેની તુલનામાં ઘણું જ નાનું છે.”
વાયઆરએફની અસાધારણ ફિલ્મ વોરમાં આપણી પેઢીમાં સૌથી મોટા બે એકશન હીરો હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ એક મોટા શોડાઉન માટે એકબીજાના દુશ્મન બતાવવામાં આવ્યા છે. આ એકશન મનોરંજનમાં બે સુપરસ્ટાર્સ પોતપોતાના પંજાને પછાડતા એક બીજાને મ્હાત કરવા પ્રયાસ કરે છે તેમજ એકબીજા પર જીત મેળવવા માટે મૃત્યુમા પરિણમી શકે તેવા કૌતુકો કરે છે. તેના ટીઝર પરથી જ આપણે કહી શકીએ કે વોર એકશન ફિલ્મોના ચાહકો માટે જોવાલાયક હશે અને વાયઆરએફ ભવ્ય, એકશનથી ભરપૂર ટ્રેલર લોચ કરવા માગે છે જેથી મીડિયા અને પ્રેક્ષકો વાહ વાહ કરે. જોકે તેમની સામે એક મોટો અંતરાય આવી ગયો છે!
માહિતી આપનારે ઉમેર્યું હતુ કે, “વોર એ અગાઉ ક્યારે નિર્માણ ન થયું હોય તેવી સૌથી મોટી એકશન ફિલ્મ છે અને વાયઆરએફે આ ઘટના બનાવતી વખતે દિમાગમાં ન હતો તેવો વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. ઇવેન્ટના કોઇ પણ આઇડીયા ભવ્યતાની માત્રા સામે ટકી શકે તેમ નથી જેમાં સૌથી મોટા બે એકશન સુપરસ્ટાર્સ રોજીંદા કોતુકો જ કરતા હતા અથવા હેલિકોપ્ટરનો ઉપયોગ એન્ટ્રી કરવા માટે વાહનવ્યવહાર તરીકે કરતા હતા કારણ કે આ તમામ ફિલ્મની સ્થિતિ માટે ઘણું જ નાનુ લાગે છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને બતાવશે કે આખા દુનિયામાં બોલિવુડ એકશન ફિલ્મ હોલિવુડની એકશન ફિલ્મ જેવી છે અને મંત્રમુગ્ધ કરે તેવા દ્રશ્યો અને એકબીજા પર પંજા મારતા એકશન કોરિયોગ્રાફીને જોઇને પ્રેક્ષકો વાહ વાહ કરે તેવું નિર્માતાઓ ઇચ્છતા હતા.”
ફક્ત એક રેકોર્ડ તરીકે જોઇ તો વોરનું શુટીંગ 7 વિવિધ સ્થળોએ અને વિશ્વના 15 શહેરોમાં કરવામાં આવ્યું છે. સ્ક્રીન પર અગાઉ ક્યારેય ન જોઇ હોય તેવી મોટી એકશનનું કોરિયોગ્રાફ કરવા માટે ચાર એકશન દિગ્દર્શકોને કામ લગાડવામાં આવ્યા છે.
દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદનો સંપર્ક કરતા તેમણે સમર્થન આપતા જણાવ્યું હતું કે “હા, આ માહિતી સાચી છે. ટીમે ટ્રેલર લોન્ચ માટે વિઝ્યૂઅલ સ્પેક્ટકલનું સર્જન કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં કેવી મોટી યોજનાઓ જેવું હતુ નહી અને તે ઘટના ફિલ્મની માત્રા સાથે મેળ ખાતી ન હતી. આ ફિલ્મની ઘટનામાં અમે જે પ્રેક્ષકોને વચન આપીએ છીએ તે અનુસારનું હોવું જોઇએ અને ઇવેન્ટના લોજિસ્ટિક દ્રષ્ટિકોણથી આનું સર્જન કરવાનું અશક્ય છે. તેથી અમે લોન્ચ કરવાનો વિચાર પડતો મુક્યો છે. અમે ટ્રેલર વિશે ભારે આતુર છીએ. આ એક મોટી અસ્કયામત છે અને અમને આશા છે કે પ્રેક્ષકો જે જોશે તેમાં આનંદ માણશે !”