વોર્ડવિઝાર્ડે રેકોર્ડ વેચાણ કર્યું; પહેલી વાર 4,000 યુનિટના વેચાણનો આંકડો વટાવ્યો
ફેબ્રુઆરી, 2022માં 4,450 યુનિટનું રેકોર્ડ વેચાણ કર્યું-વાર્ષિક ધોરણે 1200 ટકાથી વધારે વૃદ્ધિ કરી
વડોદરા, દેશમાં અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય ઇ-બાઇકની ઉત્પાદક વોર્ડવિઝાર્ડે ફેબ્રુઆરી, 2022માં 4,450 ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું રેકોર્ડ વેચાણ કર્યું છે. પોતાના વેચાણના આંકડાના રેકોર્ડને તોડતા આ વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ (BSE Code: 538970) માટે કોઈ પણ મહિનામાં સૌથી વધુ વેચાણ છે.
પોતાના મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો અને સમીક્ષાના મહિનામાં ફ્લીટ મેનેજમેન્ટ વ્હિકલ સહિત ત્રણ નવા હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પ્રસ્તુત કરીને કંપનીએ ફેબ્રુઆરી, 2021ના વેચાણની સરખામણીમાં વેચાણમાં 1,290 ટકાનો વધારો અનુભવ્યો છે.
કંપનીએ ફેબ્રુઆરી, 2021માં 320 ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું વેચાણ કર્યું હતું. જ્યારે કંપનીનું કુલ વેચાણ ગયા મહિને 3,951 યુનિટ થયું હતું, ત્યારે એની સરખામણીમાં ફેબ્રુઆરીમાં 12.62 ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી.
ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ, 2021થી ફેબ્રુઆરી, 2022)માં કંપનીએ 25,000 વેચાણ (25,777 યુનિટ)નું વેચાણ કર્યું છે
અને તમામ ટચપોઇન્ટમાં એના લોકપ્રિય ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટેની માગમાં સતત વધારા સાથે એના વાર્ષિક લક્ષ્યાંકથી વધારે વેચાણ કરવા નજર દોડાવી છે.
કંપનીના રેકોર્ડ વેચાણ પર વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચીફ ઓપરેશન્સ ઓફિસર શ્રીમતી શીતલ ભાલેરાવે કહ્યું હતું કે, “બે નવા હાઈ-સ્પીડ ઇ-સ્કૂટર્સ અને ફ્લીટ મેનેજમેન્ટ વ્હિકલ પ્રસ્તુત કરવાની સાથે જૉય ઇ-બાઇક દેશમાં સૌથી વધુ પસંદગીની ઇવી બ્રાન્ડ પૈકીની એક બની ગઈ છે તથા એના પર અમને અતિ ગર્વ અને ખુશી છે.
સમગ્ર દેશમાંથી પ્રાપ્ત જબરદસ્ત પ્રતિસાદથી અમને ફેબ્રુઆરીમાં વેચાણના નવા રેકોર્ડને હાંસલ કરવામાં મદદ મળી છે. સૌથી વધુ ઝડપથી વિકસતી ઇવી બ્રાન્ડ તરીકે અમે બજારમાં અમારી હાજરી વધારવા અદ્યતન ઉત્પાદનો પ્રસ્તુત કરવા અને ટચપોઇન્ટ વધારવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અમારા માટે ઇવી ક્રાંતિ એક અભિયાન છે અને અમે અમારા કિંમતી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા પ્રયાસરત છીએ.”