વોર્ડવિઝાર્ડ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા અગ્રેસર
હાલ #ChaloAchhaKarteHain, ‘ટ્રી-પ્લાન્ટેશન એન્ડ એડોપ્શન ડ્રાઇવ’ અને ‘ક્લીન ઇઝ ધ ન્યૂ ગ્રીન’ સાથે અભિગમ બદલવાનો સમય
વડોદરા, આપણે જે રીતે સવારી કરીએ છીએ એની કાયાપલટ કરવા ‘સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ’ વૈકલ્પિક સમાધાનો પ્રદાન કરવા યુદ્ધના ધોરણે કામ કરતી દેશમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની અગ્રણી ઉત્પાદક અને બ્રાન્ડ જૉય ઇ-બાઇકની નિર્માતા વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડએ પારિસ્થિતિક સંતુલન જાળવવા વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
હરિયાળા, સ્વસ્થ વાતાવરણ સાથે વિકાસ જ ખરાં અર્થમાં વિકાસ છે, અને આજે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે વોર્ડવિઝાર્ડ અને વોર્ડવિઝાર્યડિયન્સે તેમની પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની મુખ્ય જવાબદારી માટે લોકોને પ્રેરિત કરવાનું એનું એકમાત્ર મિશન જાહેર કર્યું હતું.
કંપનીએ એની અસરકારકતા અંગે જાગૃતિ અને જવાબદારી લાવવા ‘ટ્રી-પ્લાન્ટેશન એન્ડ એડોપ્શન ડ્રાઇવ’નું આયોજન કર્યું છે, જેનું નેતૃત્વ વોર્ડવિઝાર્ડિયન્સે કર્યું હતું, જેઓ ગુજરાતના વડોદરામાં વૃક્ષારોપણ કરવા એકમંચ પર આવ્યા હતા. દરેક છોડને કંપનીના અલગ-અલગ વિભાગનું નામ આપવામાં આવશે અને દરેકની સાથે પોતીકાપણું દાખવવામાં આવશે. દરેક વિભાગ તેમણે અપનાવેલા વૃક્ષોની સારસંભાળ તેમની મુખ્ય કામગીરી કેઆરએ તરીકે રાખશે.
જ્યારે સલામતીના પર્યાપ્ત ધોરણો જાળવવામાં આવ્યા છે, ત્યારે વોર્ડવિઝાર્ડિયન્સ ઓફિસના સંકુલોની સાફસફાઈ કરવા એકમંચ પર આવ્યા હતા. ‘ક્લીન ઇઝ ધ ન્યૂ ગ્રીન’ સ્લોગન સાથે આ સ્ટેપ જાગૃતિ અને જવાબદારીની ભાવના લાવશે, જે તેમને એક પ્રેક્ટિસ તરીકે જાળવવા પ્રોત્સાહિત કરશે. એનાથી દરેકને તેમનું પ્રદાન કરવામાં મદદ મળવાની સાથે મજબૂત સંદેશ પણ જશે કે કંપની પર્યાવરણ અને આસપાસના વાતવરણની કાળજી રાખે છે.
ઉપરાંત #ChaloAchhaKarteHain નામનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત વોર્ડવિઝાડિયન્સ લોકોને તેમના રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવાનો અને એના સ્થાને ફેબ્રિક કે શણની થેલીઓ જેવા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા પ્રેરિત કરશે. આ સંકલ્પોને ભેગા કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક આલ્બમ સ્વરૂપે મૂકવામાં આવશે, જેથી સંપૂર્ણ સમુદાયને પ્રેરણા મળે.
આ વિશેષ પ્રસંગ પર વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યતિન ગુપ્તેએ કહ્યું હતું કે, “પર્યાવરણને અનુકૂળ રાષ્ટ્રનું નિર્માણ કરવાના પાયા પર સ્થાપિત એક કંપની તરીકે અમને આ દિવસની ઉજવણી કરવાની અપાર ખુશી છે.
આ વિશ્વ પર્યાવરણ દિવસ આપણી આસપાસની પ્રકૃતિને બિરદાવવાની સાથે એને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. વોર્ડવિઝાર્ડમાં અમે માનીએ છીએ કે, દરેક પગલાંની શરૂઆત ઘરથી થાય છે અને વોર્ડવિઝાર્ડિયન્સને સાંકળતા અમારી પ્રવૃત્તિઓથી તેમને ઉજ્જવળ ભવિષ્યમાં પ્રદાન કર્યાની ભાવના જન્મે છે. હવે આપણે પર્યાવરણને અનુકૂળ,વધુ હરિયાળા ભવિષ્ય તરફ અગ્રેસર થવાનો તથા સ્માર્ટ અને સસ્ટેઇનેબલ પસંદગીઓ કરવાનો સમય છે.”
પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય જ કંપનીની પ્રાથમિકતા છે. વોર્ડવિઝાર્ડ શરૂઆતથી પર્યાવરણ અને પારિસ્થિતિક સંતુલન માટે પ્રદાન કરે છે. જૉય ઇ-બાઇક્સ દ્વારા કંપનીએ પરંપરાગત ઇંધણથી સંચાલિત ટૂ-વ્હીલર્સનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પ્રદાન કર્યો છે.
ઇ-બાઇક્સ અને ઇ-સ્કૂટર્સ સાથે 10થી વધારે મોડલના સૌથી મોટા ઇવી પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે આ ઉત્પાદનો અસાધારણ સ્પીડ, પાવર અને પિક-અપ ધરાવે છે. બજારમાં પર્યાવરણને અનુકૂળ વધારે સમાધાનો પ્રદાન કરવા વધુ ત્રણ પ્રોડક્ટ લોંચ કરવાની અને કામગીરીનું વિસ્તરણ કરવાની યોજના છે.