Western Times News

Gujarati News

વોર્નની પાસે લગભગ ૩૮૫ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ

નવીદિલ્હી, પોતાની ફિરકીથી દુનિયાભરના બેટ્‌સમેનોને પરેશાન કરનારા ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર શેન વોર્નનું નિધન થઈ ગયું. તેઓ ૫૨ વર્ષના હતા. તેમનું નિધન થાઈલેન્ડમાં શંકાસ્પદ હાર્ટ અટેકના કારણે થયું.

આ ઓસ્ટ્રેલિયાઈ લેગ સ્પિનરના નિધનના કારણે આખું ક્રિકેટ જગત આઘાતમાં છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાના પસંદીદા ક્રિકેટરને લઈને પોસ્ટ લખી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વોર્નની લાઈફસ્ટાઈલ કેટલી શાનદાર હતી અને તેમની પાસે કુલ કેટલી સંપત્તિ હતી.

વોર્ન આમ તો દુનિયાના સર્વકાલીન મહાન સ્પિનરોમાં જાણીતા હતા. પરંતુ તે ઝડપી સ્પીડને પસંદ કરતા હતા. વોર્નને ફેરારી અને લેમ્બોર્ગિની જેવી કાર ઘણી પસંદ હતી. તેમણે એક વાર જણાવ્યું હતું કે તેમની પાસે ૨૦ કારનું ગેરેજ છે. તેમના ગેરેજમાં બે સીટવાળી એફ ટાઈપની જગુઆર કાર પણ હતી.

રિપોર્ટ્‌સ પ્રમાણે વોર્ને કરોડો રૂપિયાની બેન્ટલી કોન્ટીનેન્ટલ સુપર સ્પોર્ટ્‌સ કાર ખરીદી હતી. તેમની પાસે બુગાટી વેયરોન જેવી લક્ઝરી કાર પણ હતી. વોર્નના પિતાને કારનો બહુ વધારે શોખ હતો. વોર્નની કારમાં બે મર્સિડિઝ, બે બીએમડબલ્યુ અને હોલ્ડન વીકે કોમોડોર પણ હતી.આ ઓસ્ટ્રેલિયાઈ સ્પિનર દુનિયાના સૌથી પૈસાદાર ક્રિકેટમાં એક હતા. વિવિધ મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે વોર્નની પાસે કુલ ૫૦ મિલિયન ડોલર એટલે લગભગ ૩૮૫ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ હતી.

આ દિગ્ગજ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર વોર્ને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૧૪૫ મેચ રમ્યા હતા. તેમણે ટેસ્ટ કારકિર્દીમાં ૭૦૮ વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલે તે શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરન (૮૦૦ વિકેટ) પછી બીજા સ્થાને રહ્યો. વોર્ને જાન્યુઆરી ૨૦૦૭માં પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.