વોર્ન પોતાના રંગીન મિજાજને કારણે ચર્ચામાં રહેતો હતો
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું શુક્રવારે હાર્ટ એકેટને કારણે નિધન થયુ છે. વોર્નની ગણના વિશ્વના મહાન સ્પિનરોમાં થાય છે. વોર્ન જેટલો પોતાની બોલિંગ માટે જાણીતો હતો એટલો પોતાના રંગીન મિજાજને કારણે પણ ચર્ચામાં રહેતો હતો.
ઘણીવાર વોર્નનું નામ સેક્સ સ્કેન્ડલમાં આવી ચુક્યુ છે. આ સિવાય એક ફેમસ ટીવી અભિનેત્રીએ પણ વોર્ન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પોતાની ફિરકીથી વિશ્વના દિગ્ગજ બેટરોને છકાવનાર શેન વોર્ન એકવાર ફરી ચર્ચામાં છે.
મોડલ અને ટીવી અભિનેત્રી જેસિકા પાવરે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વોર્ન પર અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ૫૨ વર્ષના વોર્ની આ હરકત માટે જેસિકાએ તેને ન્યુરોટિક ગણાવી દીધો. આ પ્રથમવાર નથી જ્યારે કોઈ મહિલાએ શેન વોર્ન વિરુદ્ધ ફરિયાદ કરી છે.
આ પહેલાં પણ વોર્ન પોતાની હરકતોને લીધે વિવાદોમાં રહ્યો છે, તેના કારણે તેના લગ્ન પણ તૂટી ગયા હતા. મોડલ અને ટીવી અભિનેત્રી જેસિકા પાવરે શેન વોર્ન તરફથી મોકલવામાં આવેલા મેસેજના સ્ક્રીનશોટ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. તેમાં વોર્ન દ્વારા જેસિકાને હોટલના રૂમમાં મળવાની વાત કહેવામાં આવી છે. મોડલે ના પાડ્યા છતાં વોર્ને મેસેજ મોકલ્યા હતા.
પાવરે કહ્યું- મેં કહ્યું કે, આ પાગલપણું છે. મને વિશ્વાસ નથી થતો કે તું વધુ એક મેસેજ મોકલી રહ્યો છે. મોડલ જેસિકાએ ઈંગ્લિશ રિયાલિટી શો બિગ બ્રધર વીઆઈપીમાં વોર્ન પર આ આરોપ લગાવ્યા હતા. ૩૦ વર્ષની જેસિકા પાવરે કહ્યું કે, શેન વોર્ને તેને મેસેજ કર્યો હતો, જેમાં તે હોટલના રૂમમાં મળવાની વાત કરી રહ્યો હતો. પરંતુ તેણે વોર્નને મળવાનો ઇનકાર કરી દીધો. ના પાડવા છતાં તે મેસેજ મોકલતો રહ્યો.
મહત્વનું છે કે વોર્ન આવા પ્રકારના વર્તન માટે વિવાદોમાં રહ્યો હતો. શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે ૩૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેને વિશ્વનો મહાન સ્પિનર કહેવામાં આવે છે. વોર્નના નામે ટેસ્ટ કરિયરમાં ૭૦૮ વિકેટ છે. તો વનડેમાં તેણે ૨૯૩ વિકેટ ઝડપી હતી.
આ સિવાય તે આઈપીએલની પ્રથમ સીઝનમાં ટ્રોફી જીતનારો કેપ્ટન પણ રહ્યો છે. શેન વોર્ને ૨૦૦૮ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવી હતી.SSS