વોર મેમોરિયલ જઇને મોદીએ ૧૯૭૧ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
નવીદિલ્હી, વર્ષ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયેલી હતી. ૩ ડિસેમ્બરે યુદ્ધની જાહેરાત થઈ અને ૧૩ દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ. આ ઐતિહાસિક જીતના ઉપલક્ષ્યમાં દર વર્ષે ૧૬ ડિસેમ્બર વિજય દિવસ તરીકે ઉજવાય છે.
આ જીત ઐતિહાસિક છે કારણ કે તેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું. વિજય દિવસ ૨૦૨૧ પાકિસ્તાન પર ભારતની જીતની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી છે. આ અવસરે પીએમ મોદી આજે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિજય દિવસના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતાં અને અહીં સ્વર્ણિમ વિજય મશાલના સન્માન સમારોહમાં પીએમ મોદીએ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી.HS