વોલ્ટાસે પ્યોર એર ઇન્વર્ટર ACની વિસ્તૃત રેન્જ લોન્ચ કરી
⦁ HEPA ફિલ્ટર સાથે ભારતનું પ્રથમ એસી પ્રસ્તુત કર્યું
એર કન્ડિશનર્સ, એર કૂલર્સ, કમર્શિયલ રેફ્રિજરેશન અને વોલ્ટાસ બીકો હોમ એપ્લાયન્સિસની સંપૂર્ણ રેન્જમાં નવા SKUs પ્રસ્તુત કર્યા
મુંબઈ, કૂલિંગ ઉત્પાદનોમાં ભારતની નિર્વિવાદ લીડર અને ટાટા હાઉસની નંબર 1 એસી બ્રાન્ડ વોલ્ટાસએ HEPA ફિલ્ટર ટેકનોલોજી સાથે ભારતનું પ્રથમ એસી પ્રસ્તુત કરીને કૂલિંગ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં એની લીડરશિપ પોઝિશનને વધારે મજબૂત કરી છે.
આ લેટેસ્ટ ઓફર વોલ્ટાસનું પ્યોરએર 6 સ્ટેજ એડજસ્ટેબ્લ ઇન્વર્ટર એસી HEPA ફિલ્ટર, PM 1.0 સેન્સર અને AQI ઇન્ડિકેટર (જે ઉદ્યોગમાં પ્રથમ છે) સાથે સજ્જ પ્યોર એન્ડ ફ્લેક્સિબ્લ એર કન્ડિશનિંગની વિશિષ્ટ અતિ ઉપયોગી ખાસિયતો ધરાવે છે, જે અંદરની હવાને શુદ્ધ જાળવવામાં મદદરૂપ થશે અને 6 એડજસ્ટેબ્લ ટનેજ મોડ સાથે પણ લોડેડ છે, જે યુઝરને આસપાસ ગરમી કે રૂમમાં લોકોની સંખ્યાને આધારે વિવિધ ટનેજની અંદર સ્વિચ થવાની સુવિધા આપે છે. આ બચત અને અસરકારક રનિંગ ખર્ચ સાથે શુદ્ધ અને સ્વચ્છ હવા પ્રદાન કરે છે.
વોલ્ટાસના લેટેસ્ટ સર્વમાં સંકેત મળ્યો હતો કે, હોમ એપ્લાયન્સ કેટેગરીમાં ભારતીય ઉપભોક્તાઓની પસંદગીઓ બદલાઈ રહી છે, જેમાં સુવિધા, કૂલિંગ, સ્વાસ્થ્ય અને ટેકનોલોજી ટોચની પ્રાથમિકતા બની ગઈ છે. સંશોધન મુજબ, 77 ટકા ભારતીયો એર પ્યોરિફિકેશન ટેકનોલોજી સાથે અપગ્રેડ થનાર એર કન્ડિશનર્સ ઇચ્છે છે.
વોલ્ટાસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી પ્રદીપ બક્ષીએ એર કન્ડિશનર્સની નવી રેન્જ પ્રસ્તુત કરતાં કહ્યું હતું કે, “એર કન્ડિશનર્સમાં બજારમાં લીડર તરીકે અમારી બજારની ઉપયોગી જાણકારીમાં ખુલાસો થયો છે કે, ઉપભોક્તાઓ હવે તેમની એસીમાં અપગ્રેડેડ ખાસિયતો ઇચ્છે છે, જે તેમના સ્વાસ્થ્ય અને શુદ્ધિકરણની જરૂરિયાતો પૂર્ણ કરે.
આ બાબતોને ધ્યાનમાં રાખીને અમે વોલ્ટાસ પ્યોરએર ઇન્વર્ટર એર કન્ડિશનર્સ પ્રસ્તુત કર્યા છે, જે PM1.0 સેન્સર, AQI ઇન્ડિકેટર અને 6 સ્ટેજ એડજસ્ટેબ્લ મોડ સાથે HEPA ફિલ્ટર ધરાવે છે, જે બચતની સાથે ઠંડક અને શુદ્ધિકરણ પૂરું પાડે છે. અમારો ઉદ્દેશ એક પ્રોડક્ટની અંદર એર પ્યોરિફિકેશનની સાથે 6 અલગ-અલગ ટનેજ વિકલ્પો પૂરાં પાડીને ઉપભોક્તા-કેન્દ્રિત બ્રાન્ડ તરીકે જળવાઈ રહેવાનો છે. અમારી એસીની રેન્જ ઊર્જાદક્ષ ઉત્પાદનોની ઉપભોક્તાની જરૂરિયાતોમાં પૂરક છે.”
વોલ્ટાસ 2022 એસી પ્રોડક્ટની રેન્જમાં 80+ SKUs સામેલ છે, જેમાં કેસેટ અને ટાવર એસી ઉપરાંત ઇન્વર્ટર એસીમાં 45 SKUs, સ્પ્લિટ એસીમાં 17 અને વિન્ડો એસીમાં 12 સામેલ છે. વોલ્ટાસે પ્યોરએર ઇન્વર્ટર એસીના 3 SKUs પણ પ્રસ્તુત કર્યા છે.
આ ઉનાળામાં વોલ્ટાસના એસીની નવી રેન્જ ઉપભોક્તાઓ માટે વિશિષ્ટ અને લાભદાયક પ્રમોશનલ ઓફર પણ ધરાવે છે, જેમ કે 15 ટકા કેશબેક, સરળ ઇએમઆઇ ઓફર, લાઇફટાઇમ ઇન્વર્ટર કમ્પ્રેસ્સર વોરન્ટી અને 5-વર્ષની સંપૂર્ણ વોરન્ટી, જે ગ્રાહકોની સ્વીકાર્યતા અને સુલભતાને સરળ બનાવવા માટે છે.
આ ઉનાળામાં વોલ્ટાસે પર્સનલ, વિન્ડો, ટાવર અને ડિઝર્ટ એર કૂલર્સ જેવી વિવિધ પેટાકેટેગરીઓ અંતર્ગત એના વોલ્ટાસ ફ્રેશ એર કૂલર્સના 38 SKUs પણ પ્રસ્તુત કર્યા છે. નવી રેન્જમાં નવા મોડલ્સ પણ સામેલ છે, જેમ કે 4-સાઇડેડ કૂલિંગ એડવાન્ટેજ સાથે વિન્ડસર, સ્ટાઇલ અને અલ્ટ્રા-કૂલિંગ સાથે એપિકૂલ, મેટલના મજબૂત બોડી સાથે વિરાટ અને પ્યોરિફિકેશનના ફાયદા સાથે આલ્ફા ફ્રેશ.
કંપનીએ કમર્શિયલ રેફ્રિજરેશન ઉત્પાદનોના 60 SKUs પ્રસ્તુત કરીને એના સંપૂર્ણ પોર્ટફોલિયોને પણ મજબૂત કર્યો છે, જેમાં કન્વર્ટિબ્લ ફ્રીઝર, ફ્રીઝર ઓન વ્હીલ અને કર્વ્ડ ગ્લાસ ફ્રીઝર સામેલ છે. કંપનીએ વોટર ડિસ્પેન્સર્સના 22 SKUs અને વોટર કૂલર્સના 25 SKUs પણ પ્રસ્તુત કર્યા છે. વોલ્ટાસ બી2બી સેગમેન્ટ માટે કોલ્ડ રૂમના સોલ્યુશન્સની રેન્જ પણ ધરાવે છે.
હોમ એપ્લાયન્સિસની નવી સંયુક્ત સાહસમાં રચાયેલી બ્રાન્ડ વોલ્ટાસ બીકો દ્વારા કંપનીનો ઉદ્દેશ નવા ઉત્પાદનોની શ્રેણી પ્રસ્તુત કરીને વર્ષ 2022માં એનો પોર્ટફોલિયો મજબૂત કરવાનો છે. બ્રાન્ડની ખાતરીઓને જાળવી અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરીને વોલ્ટાસ બીકો ચાલુ વર્ષે વિવિધ નવીનતાઓ પ્રસ્તુત કરશે.
વિશિષ્ટ પેટન્ટ ટેકનોલોજીઓ સાથે ફ્રોસ્ટ ફ્રી રેન્જ રેફ્રિજરેટર, મુખ્ય ક્ષમતાની અંદર એક્ટિવ ફ્રેશ બ્લૂ લાઇટ અને રેપિડ કૂલિંગ જેવી ખાસિયતો સાથે હાર્વેસ્ટ ફ્રેશ એન્ડ સ્ટોર ફ્રેશ ટેકનોલોજી, ડાયરેક્ટર કૂલ રેફ્રિજરેટર્સ – આ તમામ પ્રમાણભૂત બીઇઇ સ્ટાર રેટિંગ ધરાવે છે.
બ્રાન્ડે 5 સ્ટાર રેટિંગ ધરાવતું ટોપ લોડ વોશિંગ મશીન પણ પ્રસ્તુત કર્યું છે, જે ઉદ્યોગને પરિભાષિત કરતી USPs – ફાઉન્ટેન વોશ અને એડજસ્ટેબ્લ જેટ ફંક્શન ધરાવે છે. સેમિ-ઓટોમેટિક ટ્વિન હબ કેટેગરીમાં ઓફર થતા તમામ ઉત્પાદનો 5 સ્ટાર રેટિંગ ધરાવશે. વોશિંગ મશીનનો સંપૂર્ણ પોર્ટફોલિયો હવે 7.5થી 14 કિલોગ્રામની ક્ષમતા ધરાવશે.
સોલો, ગ્રિલ અને કન્વેક્શન સેગમેન્ટમાં માઇક્રોવેવ ઓવન કેટેગરી પણ વધી છે. અને અતિ સફળ ડિશ વોશર કેટેગરીનું એક્વાઇન્ટેન્સ અને ફાસ્ટ પ્લસ ફંક્શન્સની પ્રસ્તુતિ સાથે વધુ વિસ્તરણ થયું છે. વોલ્ટાસ બીકો હોમ એપ્લાયન્સિસ સેગમેન્ટમાં નવી વૃદ્ધિ કરતી બ્રાન્ડ છે.