વોલ્વો કાર ઇન્ડિયાએ નવી S60નું ઓનલાઇન બુકિંગ શરૂ કર્યું
નવી દિલ્હી, 20 જાન્યુઆરી, 2021 – વોલ્વો કાર ઇન્ડિયાએ આજે ઓલ ન્યુ એસ60ના એડવાન્સ બુકિંગની શરૂઆત કરી છે. શરૂઆતી કિંમત રૂ. 45.9 લાખ (એક્સ શો-રૂમ) ઉપર સીમિત સંખ્યામાં તેનું ઓનલાઇન બુકિંગ કરાશે. આ લક્ઝરી સેડાનના શરૂઆતી ગ્રાહકોને એક્સક્લુઝિવ ટ્રે ક્રોનોર એક્સપિરિયન્સ પ્રોગ્રામની કોમ્પલિમેન્ટરી મેમ્બરશીપ પણ ઓફર કરવામાં આવશે.
કંપનીની વેબસાઇટ (www.volvocars.in) ઉપર બુકિંગ કરી શકાશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બુક કરાયેલી કારની ડિલિવરી માર્ચ મધ્યથી શરૂ થશે.
પ્રથમવાર કંપની માત્ર ઓનલાઇન બુકિંગ કરી રહી છે કારણકે કંપની વર્તમાન સમયમાં ગ્રાહકોની પરેશાનીને સમજતાં તેમને કોઇપણ સમસ્યા વિના ખરીદીનો અનુભવ પ્રદાન કરવાની જરૂરિયાતને સમજ છે.
એક્સક્લુઝિવ વોલ્વો ટ્રે ક્રોનર એક્સપિરિયન્સ પ્રોગ્રામના માધ્યમથી ન્યુ એસ60ના માલીકોને પ્રાયોરિટી અને પર્સનલાઇઝ્ડ એક્સપિરિયન્સ પ્રદાન કરાશે. આ અંતર્ગત એક સમર્પિત વોલ્વો રિલેશનશીપ મેનેજર, કેટલીક સર્વિસિસ માટે ડોરસ્ટેપ સોલ્યુશન્સ, સર્વિસ સંબંધિત જરૂરિયાતો માટે કારના પીક અપ એન્ડ ડ્રોપ, નવા ગ્રાહકો રિફર કરવા ઉપર વધારાના લાભો તથા નવી ખરીદી ઉપર રિવોર્ડ જેવા લાભો મળશે.
વોલ્વો કાર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર ચાર્લ્સ ફ્રમ્પે જણાવ્યું હતું કે, “એક બ્રાન્ડ તરીકે અમે સેફ્ટી ઇનોવેશન્સના માધ્યમથી 10 લાખથી વધુ લોકોના જીવ બચાવ્યાં છે અને વધુ 10 લાખ લોકોની સુરક્ષામાં મદદ માટે કટીબ્ધ છીએ. નવી એસ60 આજે સૌથી સુરક્ષિત સેડાન પૈકીની એક છે અને ચોક્કસપણે લોકોને સુરક્ષિત રાખવામાં મદદરૂપ રહેશે.”
ફ્રમ્પે ઉમેર્યું હતું કે, “નવી એસ60 એક રોમાંચક કાર છે અને તે એવાં લોકોને આકર્ષિત કરશે, જે લક્ઝરી અને સેફ્ટી ફીચર્સ પસંદ કરે છે. અમે એસ60નું બુકિંગ શરૂ કરી રહ્યાં છીએ અને આ દરમિયાન સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ગ્રાહકો સુરક્ષિત રીતે કાર બુક કરી શકે. ઓનલાઇન માધ્યમથી આ બંન્ને લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.”
આ કારને વોલ્વો કાર્સે પોતાના સ્કેલેબલ પ્રોડક્ટ આર્કિટેક્ચર (એસપીએ) પ્લેટફોર્મ ઉપર બનાવી છે અને તેને યુરો એનસીએપીના ફાઇવ સ્ટાર રેટિંગ પ્રાપ્ત છે, જે કારને તેની સેફ્ટી ફીચરના આધારે પ્રમાણિત કરે છે. નવી એસ 60ની સુરક્ષા તકનીકી અને ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ ટોપ લાઇન 90 સીરિઝ કાર અને એવોર્ડ વિનિંગ એક્સસી60 સાથે સુસંગત છે. આ તમામ વિશેષતાઓને ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી સુરક્ષા રેટિંગ મળ્યાં છે. તેનાથી નવી એસ60 માર્ગ ઉપર સૌથી સુરક્ષિત કાર્સ પૈકીની એક છે.
ઓટોબ્રેક ટેક્નોલોજીની સાથે સિટી સેફ્ટી સંભવિત ટક્કરથી બચવામાં મદદ કરે છે. રાહદારીઓ, સાઇકલ ચાલક અને મોટા પ્રાણીઓની ઓળખ કરવાની દિશામાં ઉપલબ્ધ આ એકમાત્ર સિસ્ટમ છે. સિટી સેફ્ટીમાં કોઇપણ સંભવિત ટક્કરની સ્થિતિમાં ઓટોબ્રેકની વ્યવસ્થા છે, જે મીડ સાઇઝ સેડામાં વિશ્વભરમાં પોતાના પ્રકારનું પ્રથમ ફીચર છે.
પાઇલોટ આસિસ્ટ સિસ્ટમ 130 કિમી પ્રતિ કલાકની ગતિમાં પણ સ્ટિયરિંગ, એક્સલરેશન અને બ્રેકિંગ બાબતે ચાલકને સહયોગ કરે છે. તેમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. એસ 60માં રન-ઓફ રોડ મિટિગેશન, ઓનકમિંગ લેન મિટિગેશન અને સ્ટિયરિંગ આસિસ્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે.
કારના સેન્સર કનેક્ટ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને અનુકૂળ છે તથા ડ્રાઇવરને સતત કનેક્ટેડ રાખે છે. તેનું કંટ્રોલ ટેબલેટની શૈલીમાં બનેલી ટચ સ્ક્રિન ઇન્ટરફેસની સાથે તૈયાર કરવામાં આવી છે, જે કારમાં તમામ ફંક્શન્સ, નેવિગેશન, કનેક્ટેડ સર્વિસિસ અને ઇન-કાર એન્ટરટેઇનમેન્ટ એપ્સને એક સાથે જોડે છે.