વોલ ઓફ ફેમમાં સલમાનના હાથના નિશાન લેવામાં આવ્યા
દુબઈ, બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફેન ફોલોઈંગ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં છે. ખાસ કરીને સાઉદી અરેબિયા અને યુએઈમાં સલમાન ખાનના ફેન્સ વધારે છે. ત્યાંના લોકો સલમાનને કેટલું માન આપે છે તેની ઝલક સાઉદી અરબમાં થઈ રહેલા રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જાેવા મળી. અહીંયા દબંગ ખાનને એકદમ અલગ રીતે સન્માનિત કરવામાં આવ્યો.
રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિલમાં ઉપસ્થિત રહેલા સલમાન ખાનનું સન્માન કરતાં સાઉદી અરબના વુલાવાર્ડના વોલ ઓફ ફેમમાં હાથના નિશાન લેવામાં આવ્યા. આ વીડિયો સલમાન ખાનના એક ફેન પેજે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
સાઉદી અરબના જનરલ એન્ટરટેન્મેન્ટ ઓથોરિટીના ચેરમેન તુર્કી અલાલશેખ સાથે પણ સલમાન ખાને મુલાકાત કરી હતી. તેણે બોલિવુડના સુપરસ્ટારનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. એક્ટરે તેમની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને લખ્યું છે તમારી સાથે મુલાકાત કરીને મજા આવી મારા ભાઈ.
જણાવી દઈએ કે, સલમાન ખાન હાલ રિયાદમાં દબંગ ટુર પર છે. જેમાં તેની સાથે શિલ્પા શેટ્ટી પણ જાેડાઈ છે. આ ટુરમાં સલમાન સાથે પહેલા કેટરીના કૈફ જવાની હતી. પરંતુ તેના લગ્ન લેવાતા શિલ્પા શેટ્ટીએ તેને રિપ્લેસ કરી હતી.
ટૂંક સમયમાં દબંગ ટુરમાં સલમાન અને શિલ્પા સાથે જેક્લિન ફનાર્ન્ડિઝ પણ જાેડાઈ તેવી શક્યતા છે. મંગળવારે રાતે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી રિયાદ જવા રવાના થયા હતા. આ દરમિયાન એક્ટર ગ્રે ટી-શર્ટ અને ડેનિમમાં જાેવા મળ્યો હતો જ્યારે એક્ટ્રેસે વ્હાઈટ ટી-શર્ટ, બ્લેક પેન્ટ, લેધર જેકેટ પહેર્યું હતું. સાથે તેણે મિસમેચ સ્નીકર્સ પણ પહેર્યા હતા.
સલમાન ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, છેલ્લે તે ફિલ્મ અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથમાં જાેવા મળ્યો હતો. જેની સાથે આયુષ શર્મા પણ હતો. એક્ટર હવે કેટરીના કૈફ સાથે કબીર ખાનની ફિલ્મ ટાઈગર ૩માં જાેવા મળશે.SSS