Western Times News

Gujarati News

વોશિંગ્ટનમાં પ્રથમ શિખરબંધી જૈન દેરાસરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે

એક હજાર વર્ષ ટકી શકે તેવી સોમપુરા શિલ્પ સ્થાપત્યની નાગરાદિ શૈલી
આશરે 67 એકરમાં આકાર પામનાર ભવ્યાતિભવ્ય શિખરબંધી જૈન દેરાસરનો (Jain temple in Washington USA) તા. 6-૧૦-૨૦૧૯ના મંગળ દિને વેદોક્તવિધિ પૂર્વક શિલાન્યાસનું આયોજન કરવામાં આવ્યુ છે. છેલ્લા એક દાયકાથી જેની પ્રતિક્ષા થઈ રહી હતી.  તેવો આ દિવસ ઈતિહાસના લલાટે અમર સ્થાન પામવા માટે જ રચાયો છે. ૭૦૦ જેટલા જૈન પરિવારો ધરાવતા વોશિંગ્ટનમાં જૈન સંઘની સ્થાપના ૧૯૮૦માં કરવામાં આવી હતી. (700 jain families in Washington)

ત્યારબાદ સંઘ દ્વારા ૨૦૧૧માં મેરીલેન્ડ વૉશિંગ્ટનમાં (Maryland, Washington) શ્વેતાંબર અને દિગંબર શિખરબંધ દેરાસર તેમજ કૉમ્યુનિટી સેન્ટર (Community Centre) માટે જગ્યા ખરીદવામાં આવી. આ પરિસરમાં પરંપરાગત ૬૦૦૦ ચોરસ ફૂટનું શિખરબંધી જૈન દેરાસર (6000 sq. ft. jain derasar) અને સાથે સાથે ધાર્મિક, શૈક્ષણિક, સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે ૨૪૦૦૦ ચોરસફટનું એક કૉમ્યુનિટી સેન્ટરનું (24000 sq. ft community centre for Shvetambar and Digambar) પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સંસ્થાના પ્રમુખ શ્રી શરદભાઈ દોશી (President Sharad Joshi) અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી અરવિદભાઈ શાહે (Chairman Arvindbhai Shah) જણાવ્યું કે આ દેરાસર વિશ્વભરના પ્રવાસીઓને અને નવી પેઢીને જૈન ધર્મની સંસ્કૃતિ, સિદ્ધાંતો અને જૈન ધમને વિશ્વભરમાં પ્રસ્‍થાપિત કરવા માટેના પાયાના પગથિયા તરીકે કામ કરશે. તેમજ કરોડોના ખર્ચે તેયાર થનાર આ દેરાસર પ્રાચીન-અવાંચીન સ્થાપત્યશેલીનો ઉત્તમ નમૂનો બની રહેશે. આ શિલાન્યાસ મહોત્સવને વધાવવા માટે વિશ્વભરમાંથી જેન શ્રાવકો વિશેષ પણે હાજરી આપશે. આ બાંધકામનો તમામ ખચ સ્વેચ્છીક દાન થકી કરવામાં આવશે.

વિશ્વભરમાં મંદિરો અને દેરાસરોનું નિર્માણ કાર્ય કરનાર ભારતના જાણીતા શિલ્પી શ્રી રાજેશ સોમપુરાએ (Rajesh Sompura) જણાવ્યું કે પ્રાચીન ભારતની જૈન શિલ્પસ્થાપત્યની પરંપરાને અનુસરીને સંગેમરમરના સફેદ આરસના પથ્થરોમાંથી (White Marble) સર્જન પામનાર જીનાલય ૫૧ ફુટ ઉંચું, ૯૩ ફુટ પહોળું અને ૧૦૫ ફુટ લંબાઈ ધરાવતું હશે. રાણકપુરની વિશાળતા, પાલીતાણાના જીનાલયોની દિવ્યતા અને માઉન્ટઆબુ દેલવાડાની કલાત્મક કોતરકામની ભવ્યતાને ઉજાગર કરતું આ દેરાસર અન્ય વિશ્વપ્રસિદ્ધ સાંસ્કૃતિક સ્મારકોની હરોળમાં ગૌરવવંતુ ઉભુ રહેશે. (Revealing the magnificence of Ranakpur, the divinity of the Palitana and artistic engraving of Mount Abu Delwada, the Derasar will stand proud in a row of other world-renowned cultural monuments.)

પ્રાચિન દેરાસરો અને સ્થાપત્યનો ઉંડો અભ્યાસ તથા સંશોધન કરીને જૈન ધર્મના પરંપરાગત અને પ્રમાણભૂત સ્થાપત્ય મુજબ જ રચાતા આ દેરાસરના પાંચ હજારથી પણ વધારે સંગેમરમરના પથ્થરને ગુજરાત અને રાજસ્થાનના શિલ્પકારો દ્વારા કંડારીને દરિયાઈ માર્ગે અમેરિકા લઈ જવામાં આવશે.

ત્યાં ભારતના શિલ્પકારો એકબીજામાં સાંકળીને આ દેરાસરનું નિમાંણ કરશે. ગભંગૃહમાં મુળનાયક તરીકે ૫૧ ઈંચની પાર્શ્ચનાથજીની (51 inch tall Parshwanath) પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવશે.  તેમજ ગર્ભગુહની ફરતે ર૪ જીનાલયની પણ સંરચના કરવામાં આવશે.

વધુ માહિતી માટે :-

રાજેશ સોમપુરા – અમદાવાદ ઊ/૦0ંગા૦ 98250 42393

અરવિંદભાઈ શાહ – વૉશિંગ્ટન યુ.એસ.એ. 1/00 4-1 301 461 6761

૫1/€03[16 : ૫/0/૫/.]૭।11૫/.01’0


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.