‘વૌઠાનો મેળો-૨૦૧૯’ ૮ નવેમ્બરથી ૧૨ નવેમ્બર સુધી યોજાશે
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે ઐતિહાસિક અને સાંસ્કૃતિ મૂલ્ય ધરાવતો ‘વૌઠાનો મેળો – ૨૦૧૯’ કારતક સુદ-૧૧ થી કારતક સુદ-૧૫ પુનમ એટલે કે ૮ નવેમ્બરથી ૧૨ નવેમ્બર સુધી યોજાશે.
હાલ વૌઠાના મેળાને લઇને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ, ફાયર સ્ટેશન, પશુ દવાખાનું સહિતની સુવિધા પણ વૌઠાના મેળામાં ઊભી કરવામાં આવશે. આ મેળામાં સ્વચ્છતા અભિયાનને લઇને પણ પ્રજાજનોને જાગૃત કરવામાં આવશે.
આગામી ૮મી નવેમ્બરથી શરૂ થનાર વૌઠાને મેળો પાંચ દિવસ સુધી ચાલશે. વૌઠા ગામે સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, મેશ્વો, શેઢી અને માજુમ એમ સાત નદીનો સંગમ થાય છે. આ સ્થળે પાંચ દિવસ સુધી લાખોની સંખ્યામાં લોકો સ્થાન કરી ધન્યતા અનુભવતા હોય છે.