વ્યક્તિનો સાચો પરિચય દુઃખની પળોમાં થાય છે
વિશ્વમાં પ્રત્યેક માણસ અધિક ને અધિક ભૌતિક સુખ સુવિધાઓ માટે તડપી રહ્યો છે સુખ સુવિધાઓની કામના જ માનવીમાત્રને અહોરાત્ર દોડતો રાખે છે. સુખ સુવિધાનો અભાવ એના જીવનને નર્કની પીડા આપે છે કેટલાક માટે તો ભૌતિક સુવિધાઓ એજ વિકાસ પ્રગતિ અને ગર્વ કે ગૌરવનું પ્રતીક બની રહે છે.
હકીકતે સુવિધાઓ પાછળ દોડતો માનવી નથી સંતોષ પામતો કે નથી પામતો સાચુ સુખ પરતુ સુવિધાઓની દોડ પાછળ ઘેલા બનેલા આ વિશ્વમા પ્રમુખસ્વામિ મહારાજ કંઈક વિરલ અને અનોખી ભાત પાડે છે કારણ કે ભૌતિક સુખ સુવિધાઓ મળતી હોવા છતા તેમને નથી એની પરવાહ કે નથી તેની કોઈ કામના એટલે જ સુવિધાઓનો અભાવ સ્વીકારીને પણ તેઓ લોકોનું ભલુ કરવા પોતાની જાતને કષ્ટોમાં હોમી દે છે.
હોશે હોશે સુખ સુવિધાઓની કામનાઓથી પર એવા વિરલ સંત પ્રમુખ સ્વામી મહારાજ પરાત્મપરની અનુભૂતિ કરાવે છે. જે સદા દુઃખ – દુવિધાઓથી પર રહ્યા છે.. વ્યક્તિનો સાચો પરિચય દુખની પળોમા થાય છે પછી તે દુખ અપમાન અને તિરસ્કારનુ હોય નિષ્ફળતા કે વિયોગનું હોય એમા પણ શારીરિક પીડાની કપરી વેળાએ તો મજબૂત મનોબળ ધરાવતો માનવી પણ ક્યારેક ભાગી પડે છે.
શારીરિક પીડા ભલભલા માનવીને પણ આકુળ વ્યાકુળ બનાવી દે છે પરતુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ Pramukh Swami maharaj of BAPS તેના અકે અનોખા અપવાદ રૂપ છે દુખ અપમાન તિરસ્કારનુ હોય કે અન્ય કોઈપણ પ્રકારનુ હોય ભલે ને અસહ્યમાં શારીરિક પીડા હોય પરતુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પરાત્પરતા દુખમાં કેવી ખીલી ઊઠે છે ! અસંખ્ય લોકોએ તેમને દુખમા પણ સ્થિરચિત્ત જાેયા છે નિશ્ચલ અને નિર્ભય જાેયા છે.
આવી માનવસહજ દુર્બળતાઓ જેઓએ અનેક દર્દીઓમા જાઈ છે એવા વિખ્યાત તબીબો પણ શારીરિક પીડાઓ વચ્ચે સ્વમાં સ્થિર રહેતા પ્રમુખસ્વામી મહારાજને નીરખીને બોલી ઉઠ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ Pramukh Swami maharaj એક પરાત્પર મહાપુરુષ છે.
સન ૧૯૯૬માં સ્વામીશ્રી અમેરિકાની USA સત્સંગયાત્રાએ પધાર્યા હતા ત્યારે હ્મુસ્ટન ખાતે ડોક્ટરોની સલાહ મુજબ તેઓના હૃદયની એન્જિયોગ્રાફી કરાવવામા આવી હતી એેન્જિયોગ્રાફી કરનાર વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો વીરેન્દ્ર માથુર ત્યારે બોલી ઉઠ્યા હતા સ્વામીજી તો અત્યંત અદ્ભુત દર્દી છે ! શી એમની ધીરજ છે ! શરીર પર આટલી વિધિઓ થઈ પરતુ એક શબ્દ કે એક ઊહકાર પણ કર્યો નથી બહુ જ સહનશક્તિ છે આવા દર્દી જીવનમાં પ્રથમવાર જાેયા.
સન ૧૯૯૮ની સાતમી જુલાઈએ તેમને ન્યૂયોર્કની newyork લેનોક્સ હિલ હોસ્પિટલમાં Lenox hilll hospital વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો જેફરી મોસેસ Dr. Jefrfy Moses અને ડો વિલિયમ શ્વોર્ટ્ઝની જાડીએ સ્વામીશ્રીની એન્જિયોગ્રાફી angiography કરી અને કેથલેબની cathlab બહાર આવીને સ્વામીશ્રી હૃદયની ગંભીર પરિસ્થિતિ વર્ણવી, તાત્કાલિક બાયપાસ સર્જરીનું આગ્રહપૂર્ણ વિધાન કર્યુ ત્યારે સ્વામીશ્રી તો હજુ એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર હતા એ વખતે અંગ્રેજી ન જાણતા કૃષ્ણવલ્લભ સ્વામી krishna vallabh swami સાથે ડો શ્વાર્ટ્ઝ આસિસ્ટન્ટ યુવાન અમેરિકન ડોક્ટર વાર્તાલાપ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો.
એ નીરખતા સ્વામીશ્રી એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર જ ખડખડાટ હસી પડ્યા હતા. એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર પીડાદાયક અને ગંભીર સ્થિતિમા પણ ખડખડાટ હસતા સ્વામીશ્રી એ નવયુવાન ડોક્ટર માટે એક મહાન આશ્ચર્ય વિષય હતો.
દ્વિધા અને મૂઝવણ વચ્ચે એન્જિયોગ્રાફીમાં આ પરિણામો જાણાવીને સૌએ સ્વામીશ્રીને તાત્કાલિક હૃદયની બાયપાસ સર્જરી કરાવવાની જાણ કરી ત્યારે માળા ફેરવતાં સ્વામીશ્રી તો જેવી ભગવાનની ઈચ્છા કહીને બે કલાક ઘસઘસાટ ઊઘી ગયા હતા !
સંતો અને સાથેના સૌ સ્વામીશ્રીને એ કરુણાદૃષ્ટિમાં વિશ્વભરની દૃષ્ટિનો તાળો મેળવી રહ્યા હતા. ત્યારે ઘૂમતા ઘૂમતા સ્વામીશ્રીએ દલુભાઈ મદારીને dalubhai madari ત્યાં પગ મૂક્યો. દારૂ, માસ, હિંસા, ચોરી બંધુ છોડીને સંતોના સંગે તે પવિત્ર જીવનના પંથે ચડ્યા હતા. એમની તીવ્ર ઈચ્છા હતી કે મારા ઘરે સ્વામીશ્રી પધારે અને મને પાવન કરે એમની રઢ દૃઢ હતી એ અરસામા જ્યાં સુવિધાઓનુ ના નિશાન નહોતુ, એવા દક્ષિણ ગુજરાતના પછાત ગામડાઓમાં સ્વામીશ્રીનું વિચરણ ચાલી રહ્યુ હતુ
દેદવાસણ ખારપા, કુદવાડી વગેરે તદ્દન પછાત આદિવાસી ગામો સુધી પહોચવાની રસ્તાની પૂરતી સુવિધા નહોતી એવામાં અઘૂરામા પુરુ હોય તેમ વરસાદી માઝા મૂકી ચાલીચાલી કાદવ ખૂદીને ઘરોઘર ઘૂમતા સ્વામીશ્રીને સંતોએ કહ્યુ બાપા હવે આપણે રહેવા દઈએ અહી આપને બહુ તકલીફ પડે છે અહી કષ્ટો સિવાય કશુ નથી સ્વામીશ્રીએ એકદમ કહ્યુ ચાલવામા ને વરસાદમા આપણે થોડા ઘસાઈ જઈએ છીએ ! અહી આ લોકો આવી પરિસ્થિતિમા રહે છે મચ્છર, માકંડ આવી ખાતા પીવાની મુશ્કેલીમાં રહે છે તો મને શો વાધો આવી જવાનો છે ?
હરિભક્તો માટે પોતાના દેહને ઘસી નાખવાની એમના તરવરાટને રોકવા માટે સંતો પાસે કોઈ શબ્દ નહોતા દલુભાઈ મદારીના ઘરમા સ્વામીશ્રીએ પગ મૂક્યો ત્યારે તેઓ તો આનંદથી નાચી ઉઠ્યા પણ સાથે સાથે એ અંધારિયા ઝૂપડામા સ્વામીશ્રીને ક્યા બેસાડવા એની મૂઝવણ તેમના મો ઉપર ઉપસતી હતી કારણ કે ઘર ને ઘર કહેવુકે કાગડાનો માળો ? એવા એના દીદાર હતા પણ એની પરવાહ કર્યા સિવાય સ્વામીશ્રી તો દલુભાઈ ભેટી પડ્યા કરુણાભીના સ્વરે સ્વામીશ્રી બોલી રહ્યા હતા ભલે ગરીબ છે પરતુ આના કોણ પછાત કહે ? આવા ઘર તો તીર્થ કહેવાય આવા ઝૂપડાઓમાં એમની ભક્તિ મને દર્શન થઈ ગયા ! સંતો અને સાથેના સૌ સ્વામીશ્રીની એ કરુણાદૃષ્ટિમાં વિશ્વભરની દષ્ટિનો તાળો મેળવી રહ્યા હતા.