Western Times News

Gujarati News

વ્યક્તિમાં નિરાશા દૂર કરવા ‘ગાર્ડનિંગ’નો શોખ જરૂર કેળવવો જાેઈએ

રોજિંદા કામથી દરેક વ્યક્તિને એ ચાહે સ્ત્રી હોય કે પુરુષ ….સૌને કંટાળો આવતો જ હોય છે , પણ કેટલાક શોખ કેળવવાથી આપણને ખુશીની સાથે સાથે કંઈક નવું ક્રિયેટિવ કાર્ય કરવાનો આનંદ અને ખુશી આપે છે .

તેથી વ્યક્તિએ એકાદ શોખ જરૂર ડેવલપ કરવો જાેઈએ . આવો એક શોખ છે ‘ગાર્ડનિંગ’ વ્યક્તિમાં નિરાશા અને અવસાદને દૂર કરવા આ શોખ જરૂર કેળવવો જાેઈએ એવું મારું માનવું છે .એક નાનકડાં રોપાને કે એક બીજને પોતાની આંખ સામે વિસ્તરતા જાેવાની ખુશી શબ્દોમાં કયારેય નહીં વર્ણવી શકાય .

પ્રથમ વખત ‘ગાર્ડનિંગ’ કરતી વખતે કદાચ તમને ધારેલી સફળતા ના પણ મળે ….પણ આ નાનકડી ઘટના તમને જીવનમાં આશાવંત રહેવું અવશ્ય શીખવશે .

આજે આપણે ગાર્ડનિંગ કરતી વખતે મોટા ભાગે લોકો કઈ કઈ ભૂલો કરતા હોય છે એ જણાવીશ ,અને એને દૂર કરવાના આસાન ઉપાયો પણ જણાવીશ.ગાર્ડન ટેરેસ પર હોય કે ઘરની આસપાસ …તેની કાળજી રાખવાની માટે કેટલીક ટિપ્સ મોટાભાગે સરખી જ છે . કોઈપણ વનસ્પતિને સારી રીતે વિકસવા માટે સૌથી મહત્વની છે માટી .

દરેક રોપા અલગ અલગ માટી માં કમ્ફર્ટેબલ હોય છે ,તેથી આ અંગેની માહિતી પુરેપુરી મેળવીને જ આગળ વધવું . ખોટા ગુણધર્મ વાળી માટી માં રોપેલો છોડ કે વેલ સારી રીતે વિકસી નથી શકતો ,અને અંતે મરી જાય છે અથવા સુકાઈ જાય છે .

કુંડામાં જયારે આપણે કોઈ પણ વનસ્પતિ રોપીએ ત્યારે એમા રેડેલું વધારાનું પાણી આપોઆપ બહાર નીકળી જાય તે માટે અને વાતાવરણનો ઓક્સિજન મૂળ સુધી પહોંચે એ માટે કુંડા ની નીચે કે ફરતે નાના કાણાં હોવા જરૂરી છે .માટીમાં ૨૦ ટકા રેતી જરૂર ભેળવવી જાેઈએ ,જેથી માટીના કણો એકબીજાને ચોંટી મૂળને વિસ્તરવાની જગ્યા બ્લોક ના કરી દે ….એ જાેવું ખુબ અગત્ય નું છે .

કુદરતી પદાર્થો થી બનેલું ખાતર છોડ માટે ખુબ લાભદાયી હોય છે , તેથી ગાયમાં સૂકાં છાણ નો ઉપયોગ યોગ્ય માત્રા માં જરુર કરવો જાેઈએ . જાસુદ અને ગુલાબ જેવા અન્ય છોડમાં જલ્દી જીવાત લાગવાની સંભાવના રહેલી હોય છે માટે વીકમાં ૨વાર કડવાં લીમડા નું પાણી છોડ પર અવશ્ય છાંટવું જાેઈએ .જંતુનાશક દવાનો ઉપયોગ નાછૂટકે જ કરવો જાેઈએ .

એક નાના કપ જેટલા ગોમૂત્ર ને એક બાલ્ટી પાણી માં ભેળવી વીકમાં એક વાર ઘાસ પર કે છોડ પર છાંટવાથી મચ્છરની અને જીવાતની માત્રા નહિવત થઇ જાય છે . છોડનો એક નાનકડાં બાળકની જેમ જ ઉછેર કરવાનો હોય છે .પ્રમાણસર સૂર્યપ્રકાશ અને પ્રમાણસર નું પાણી છોડ માટે ખુબ જ જરૂરી છે .

છોડના સર્વાંગી વિકાસ માટે ખાતર એટલું જ અગત્યનું છે . કોઈની દેખાદેખી કરીને છોડ ક્યારેય ના ઉગાડવા ,એનું તમે પૂરતું ધ્યાન અને એની જરૂરી કાળજી જાે લઇ શકવાના હોવ તોજ છોડ ઉગાડવા જાેઈએ.

આપણે ક્યારેય ન ભૂલવું જાેઈએ કે ,વનસ્પતિમાં જીવ છે .તે આપનો પ્રેમ પણ અનુભવી શકે છે અને તિરસ્કાર પણ .સંવેદના અનુભવી શકે એવી વનસ્પતિને યોગ્ય વાતાવરણ આપવું જાેઈએ .આપણને જીવવા માટે કિંમતી ઓક્સિજન આપતી હરિયાળીને વધુને વધુ ઉછેરીએ અને પર્યાવરણને શુદ્ધ અને સમૃદ્ધ બનાવીયે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.