વ્યક્તિ જીવિત હોય ત્યારે તેની પ્રશંસા કેમ નથી થતી ? : ઝરીન ખાન
મુંબઈ: ઝરીન ખાનને એક સવાલ છે કે, વ્યક્તિ જીવિત હોય ત્યારે તેની પ્રશંસા કેમ નથી થતી. સુશાંતસિંહ રાજપૂતના અકાળ નિધન બાદ આ સવાલ ઝરીન પૂછી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે એક પોસ્ટ લખી છે. એમાં ઝરીને લખ્યું છે કે, ‘મારા દિમાગમાં ઘણાબધા સવાલો ફરી રહ્યા છે. શું કામ વ્યક્તિએ મરવું પડે છે ? માત્ર એ જાણવા માટે કે દુનિયા તેની કદર કરે છે કે નહીં ? લોકો જે રીતે વ્યક્તિના મૃત્યુ બાદ તેની પ્રશંસા કરે છે એ જ રીતે તે જીવિત હોય ત્યારે કેમ નથી કરતા ? લોકોને જે-તે વ્યક્તિ વિશે યોગ્ય માહિતી નથી હોતી અને અચાનક તેઓ એ વ્યક્તિના નિધન બાદ અનેક મંતવ્યો અને વિચારો રજૂ કરવા માંડે છે. શું કામ એક જીનિયસ, જેનું લેવલ હાઈ છે તેને લોકો માનસિક રૂપે બીમાર અને અસ્થિર સમજવા લાગે છે ?’