વ્યક્તિ તાણમાં હોય અને કડક ચા પીવે તો સ્ટ્રોક આવવાની શક્યતા
ચા પીવાનો ખરો સમય કયો છે?- વ્યક્તિ ખુબ જ તાણ અનુભવી રહ્યો હોય ત્યારે અતિ કડક ચા ન પીવી જાેઈએ, તેનાથી સ્ટ્રોક આવવાની શક્યતા રહે છે
સવારે ઉઠતાવેંત ઘર કે ઓફિસે પહોંચ્યા પછી અગીયાર અને બાર વાગ્યે ચા પીવાની આપણને ટેવ હોય છે. જાે કે એ વચ્ચે પણ કોઈને કઈ મિત્રની સંગતમાં ચાની ચુસ્કી આપણે લઈ લેતા હોઈએ છીએ. પરંતુ ચા ક્યારે પીવી જાેઈએ અને ક્યારેુ ન પીવી જાેઈએ એ ઉપરાંત કેટલી અને શા માટેે પીવી જાેઈએ? એનું એક વિજ્ઞાન છે.
ચા પીવાની સાચી રીત જાણતા હોઈએ તો સ્વાસ્થયને સમૃધ્ધ રાખીશ કાય. આખો દિવસ સ્ફૂૃર્તિ અને તાજગીનો અનુભવ પણ ચા પીવાની રીતને કાણે મળી શકે છે. વ્યક્તિ ખુબ તાણ અનુભવી રહ્યો હોય ત્યારે અતિ કડક ચા ન પીવી જાેઈએ તેનાથી સ્ટ્રોક આવવાની શક્યતા વધારે રહે છે. કારણ કે આવા સમયે આપણું ચેતાતંત્ર ખુબ હાઈપર હોય છે. ઘણા લોકોને સિગારેટ પીતા પીતા ચાની ચુસ્કી લેવાની આદત હોય છે. તે ખોટી ટેવ છે. બંન્ને નિકોટીન ધરાવતી ચીજ છે. એ કારણે સ્ટ્રોક આવી શકે છે.
મેંદાની ચીજાે અને તીખો તમતમતો ફાસ્ટ ફુડ ખાસ કરીને પફની સાથે ચા ન પીવી જાેઈએ. આમ, કરવાથી અલ્સર અને કબજીયાત થવાની સંભાવના પૂરેપૂરી રહે છે. દિવસમાં ત્રણ કપ ચા પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે.જાે કે ચા કયા પ્રકારની પીવી તે મહત્ત્વનું છે પહેલો કપ વહેલી સવારે પીવો જાેઈએ.
પણ તે પરંપરાગત નહીે. ગ્રીન ટી હોવી જાેઈએ. વોકીંગ કસરત કરવા જતા પહેલાં આ રીતની ચા પીવાથી મેટાબોલીઝમ સુધરે છે. અને વધારે કેલરી બાળવામાં મદદ મળે છે. બીજાે કપ થોડો કડક ચા નાસ્તા સાથેે પરંપરાગત દૂધવાળી ચા પીવાથી આખો દિવસનો જરૂરી તાજગી મળે છે.
ત્રીજાે કપ ઓછી કડક હોય એવી ચા સાંજે થોડો નાસ્તો સાથેે લેવાથી થાક લાગતો નથી. શાક માર્કેટમાં મળતી લીલી પત્તીઓની દાંડીઓ ખરેખર લોકો લીલી ચા નથીતે લેમન ગ્રાસ છે. એમાં સુગંધ ચા જેવી જ હોય છે. પણ તે અસલી લીલી ચા નથી. લીલી ચા ખાસ પ્રકારની હોય છે. ઓછી વજન ઘટે છે. પોલીફિનોલ્સ નામનુૃ તત્ત્વ આમાં હોયછે.
મોઢાનુ કેન્સર અટકાવે છે. બ્રેઈન સ્ટ્રોકમાં રક્ષણ ાપે છે. મગજના કોષોનો ધસારો ઓછો કરે છે. એમાં ય ખાંડ વિનાની લીલી ચા પીવાથી દાંત મજબુત બને છે. અને એમાં સડો થતો નથી. લીલી ચા થી એસીડીટીના રોગોમાં રાહત મેળવી શકાય છે.
બ્લડ પ્રેશર કાબુમાં રહે છે અને હાઈપર ટેન્શનનું જાેખમ પણ ઘટી જાય છે. લીલી ચા માં યાદશક્તિ વધારવાનો પણ સારો ગુણ છે. માથુ દુઃખતુ હોય ત્યારે ખરેખર ે લીલી ચા ફાયદારૂપ સાબિત થાય છે. વધારાનું બ્લડ કોલેસ્ટ્રોલ પણ કાબુમાં આવી જાયછે.
લીલી ચા બનાવવા માટેે તપેલીમાં પાણી અતિગરમ કરવામાં આવે છે ત્યારબાદ એમાં બેથી અઢી ગ્રામ લીલી ચા ઉમેરવામાં આવે છે. પાંચ મીનિટ ઢાંકીને રાખીને ગાળી નાંખવાની હોયછે એ પછી એમાં લીંબુ સ્વાદ અનુસાર નાંખીને સ્વાદ માણી શકાય છે.