વ્યક્તિ પોતાની પરવા કર્યા વિના બાળકને બચાવ્યો
નવી દિલ્હી, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાના જીવની પરવા કર્યા વિના રસ્તા પર દોડતા એક બાળકને બચાવે છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે એક નાનું બાળક રસ્તાની બાજુમાં ઊભું છે, જેની ઉંમર ૪ કે ૫ વર્ષની હશે.
તેની બાજુમાં એક સ્કૂટી પણ ઉભી છે. સાથે એક દુકાન છે અને કેટલાક લોકો પણ દેખાય છે. રસ્તા પરથી એક બાઇક ઝડપથી પસાર થાય છે. આ પછી બાળક અચાનક રસ્તો ક્રોસ કરવા દોડવા લાગે છે. ત્યારે બાળકને રસ્તા પર દોડતા જાેઈને એક વ્યક્તિ પણ તેની પાછળ દોડે છે. આ હ્રદયસ્પર્શી વીડિયો જાેયા પછી કોઈ પણ વ્યક્તિના રૂંવાટા ઉભા થઇ શકે છે. જેવી બાઈક રોડની વચ્ચે પહોંચે છે, ત્યારે એક સ્પીડિંગ ટ્રક આવે છે, પરંતુ તે પહેલા જ વ્યક્તિએ બાળકને પોતાની તરફ ખેંચી લીધો હતો. ટ્રકનો ડ્રાઈવર પણ અચાનક બ્રેક લગાવી દે છે.
એ માણસ શક્તિમાન કે સુપરમેન જેવો સુપરહીરો નહોતો, પણ આપણા જેવો સામાન્ય માણસ હતો. ત્યાં અન્ય લોકો પણ હાજર હતા, પરંતુ તેમણે બચાવવાનો પહેલો ર્નિણય લીધો. અને આ જ તેને વાસ્તવિક જીવનનો હીરો બનાવે છે. સદનસીબે તે વ્યક્તિની નજર બાળક પર પડી અને ટ્રકને ખૂબ જ ઝડપે આવતા જાેઈ અને ઝડપી ર્નિણય લીધો અને તેને બચાવવા દોડ્યો.
બાય ધ વે આ વીડિયો ક્યાંનો છે, તે બાળક અને તે વ્યક્તિ કોણ હતો તેની માહિતી મળી નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તે રિયલ લાઈફ હીરોના વખાણ કરી રહ્યા છે. લોકો તેની હિંમતની પ્રશંસામાં કોમેન્ટ કરી રહ્યા છે. આ ટૂંકી ક્લિપ ઇીઙ્ઘઙ્ઘૈં પર પોસ્ટ કરવામાં આવી હતી.SSS