વ્યભિચારી પિતાએ પુત્ર પર હુમલો કર્યો સાબરમતી રીવરફ્રન્ટની ઘટના
(સારથી એમ.સાગર) અમદાવાદ, સમાજમાં ઘણી વખત અવનવી ઘટનાઓ બનતી હોય છે જે સામાન્ય નાગરીકો માટે કુતુહલ તથા આશ્ચર્ય સર્જતી હોય છે આવી જ એક ઘટના સાબરમતી રીવરફ્રન્ટમાં બનવા પામી છે જેમાં રીવરફ્રન્ટમાં પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા જેથી ઉશ્કેરાયેલા પિતાએ પુત્ર સાથે ઝપાઝપી કરતા પુત્રને માથામાં ઈજા થઈ હતી.
આ ઘટનાની વિગત એવી છે કે દાણીલીમડા ગામમાં રહેતો બાર ધોરણ ભણેલો યુવક ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે. શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે તે સાબરમતી રીવરફ્રન્ટમાંથી પસાર થતો હતો એ સમયે સુભાષબ્રીજ નીચે આવેલા અમુલ પાર્લર ખાતે પિતા ભરતભાઈને એક સ્ત્રી સાથે બેઠેલા જાેયા હતા જેથી તેણે મામાને ફોન કરી બોલાવી લીધા હતા.
બાદમાં બંનેએ ભરતભાઈને મહીલા અંગે પૃચ્છા કરતાં તેમણે સ્ટાફના બહેન હોવાનુ ંકહયું હતું ત્યારબાદ ભરતભાઈને તેમના પુત્ર તથા સાળા સાથે ઝઘડો શરૂ થયો હતો જે દરમિયાન ગાળાગાળી બાદ તે આવેશમાં આવી જતાં પટ્ટો કાઢીને બંનેને માર મારવા લાગ્યા હતા દરમિયાન પુત્રને માથામાં વાગતા તે લોહીલુહાણ થયો હતો. આ દરમિયાન પુત્રે પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસ આવે તે પહેલાં જ ભરતભાઈ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહીલાને લઈને જતાં રહયા હતાં. બાદમાં પોલીસ આવતા ભરતભાઈ તથા ગાંધીનગર રહેતી તેમની સ્ત્રી મિત્ર સામે પુત્રએ ફરીયાદ નોંધાવી છે.