વ્યાજખોરોથી ત્રસ્ત બની ગયેલા લોકો માટે લોકદરબારનું આયોજન કરાયું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાપોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં વ્યાજખોરોથી ત્રસ્ત બનેલી પ્રજા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ માં રાજ્ય સરકાર ધ્વરા રાજ્યની પ્રજાને વ્યાજખોરોની ચૂંગલમાંથી ઉગારવા માટે સતત પ્રયત્નશીલ છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજરોજ તા. ૨૫ જૂન મંગળવારે સવારે ૧૧ કલાકે ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલી તાલીમશાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત બનેલા અનેક લોકોની રજૂઆત સાંભળી હતી, સાથે જ પોલીસવડા દ્વારા તમામ અરજદારોની રજૂઆતોનો સત્વરે નિકાલ લાવવા સબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદ કરી હતી, ગોધરા ખાતે આયોજિત લોક દરબારમાં મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.