વ્યાજદરમાં ફેરફાર થશે કે કેમ તે મામલે આજે નિર્ણય
પ્રવર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇને બેંક નિર્ણય લેવા સજ્જ
મુંબઈ, આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક હાલમાં ચાલી રહી છે. વ્યાજદર, સીઆરઆરમાં કોઇ ફેરફાર કરવામાં આવશે કે કેમ તે અંગે ગુરૂવારના દિવસે નિર્ણય કરવામાં આવનાર છે. આ બેઠક પર તમામ અર્થશાસ્ત્રીઓ અને બેંકરો દ્વારા નજર કેન્દ્રિત કરી દેવામાં આવી છે.
બેઠકમાં આરબીઆઇનુ વલણ શુ રહેશે, કેશ રિઝર્વ રેશિયો ઘટાડી દેવામાં આવશે કે કેમ અને વ્યાજદર ઘટાડી દેવામાં આવશે કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવનાર છે. જા કે મોટા ભાગના અર્થશા†ી માને છે કે રેટ હાલમાં યથાવત રાખવામા ંઆવનાર છે. મિટિગ હાલમાં ચાલી રહી છે. આ બેઠકના પરિણામ પાંચમી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવશે.
આરબીઆઈના ગવર્નરના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. જેના ઉપર તમાની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. આ વર્ષે રિઝર્વ બેંકે પોલિસી રેટમાં ૧૩૫ પોઇન્ટ સુધીનો ઘટાડો કરી દીધો છે. વપરાશમાં મંદીને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે.
આરબીઆઈ દ્વારા નાણાંકીય પોલિસી સમીક્ષામાં કયા નિર્ણય લેવાશે તેને લઇને કોર્પોરેટ જગતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. રોકાણકારો રિપરચેઝ રેટને લઇને સટ્ટો લગાવી રહ્યા છે. રિપરચેઝ રેટ હાલમાં ૫.૧૫ ટકા છે. આગામી ૧૨ મહિનામાં તે ઘટીને ૫ ટકા રહી શકે છે. માર્ચના અંત સુધી તે ઘટીને ૫.૭૫ ટકા થઇ શકે છે. આગામી મહિનાઓમાં હાલ મંદી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આર્થિક સુસ્તી વચ્ચે રિઝર્વ બેંક રેટમાં વધુ કાપ મુકીને આગળ વધી શકે છે. આરબીઆઈ રેટમાં કાપ મુકવા ઇચ્છુક છે.
મોટાભાગના અર્થશાસ્ત્રીઓ પણ આવો જ અભિપ્રાય ધરાવે છે.ફુગાવાની Âસ્થતિ ઓક્ટોબર મહિનામાં ૪.૬૨ ટકા હતી. ઓક્ટોબર પોલિસીમાં આરબીઆઈએ સીપીઆઈ ફુગાવો ૩.૫થી ૩.૭ ટકા રહેવાની વાત કરી હતી. આર્થિક વિકાસદર હાલમાં ઘટી ગયો છે. આઠ અર્થશાસ્ત્રીઓ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરાશે તેમ માની રહ્યા છે જ્યારે બે અર્થશા†ીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં ૧૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવશે. આ વર્ષે પાંચ વખત આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં કુલ ૧૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરી દીધો છે.
પોલિસી મેકર્સ માની રહ્યા છે કે, એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં તેજી લાવવા માટે હજુ ઘટાડો જરૂરી છે. ગયા સપ્તાહના નબળા ડેટાથી આ માનવા માટેનું કારણ કે, વ્યાજદરમાં હજુ ઘટાડો કરવામાં આવશે. આગામી બેઠકમાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી શકે છે. વિકાસદર ઘટીને ૫.૬ ટકા સુધી પહોંચી ચુક્યો છે.
આર્થિક મંદીની સાથે સાથે વૈશ્વિક માંગ પણ ઘટી રહી છે. આરબીઆઇ દ્વારા હાલમાં જુદા જુદા પાસા પર વિચારણા કરવામાં આવી રહી છે. આર્થિ સુસ્તીના માહોલમાં આરબીઆઇ વિકાસની ગતિને વેગ આપવા માટે ઇચ્છુક છે. જેથી હાલમાં રેટમાં કાપનો સિલસિલો જારી રહ્યો છે. આવતીકાલે વધુ એક વખત વ્યાજદરમાં ઘટાડો કરવામા ંઆવી શકે છે. આરબીઆઇની પોલીસી બેઠક પર કારોબારી પણ નજર રાખી રહ્યા છે.