વ્યાજના દર ઘટતાં કરોડો સીનીયર સીટીઝનો તથા નિવૃત્ત કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદ : બચત કરેલી રકમોની સલામતી તથા વ્યાજની રકમની આવક થાય તે આશયથી વરિષ્ઠ નાગરિકો, સરકારમાંથી નિવૃત્ત થનારા પેન્શનરો બેન્કોમાં ફીકસ ડીપોઝીટ તરીકે મુકતા હોય છે, પરંતુ રીઝર્વ બેંકે લીધેલ નિર્ણય અનુસાર વરિષ્ઠ નાગરિકો તથા, તથા પેન્શનરો માટે મુકવામાં આવેલ બચત રકમ પર વ્યાજના દર ઘટતા મુશ્કેલી અનુભવવાનો વારો આવ્યો છે, ઉપરાંત સેવિંગ્સ ખાતામાં જામ થતી રકમ પર આપવામાં આવતા વ્યાજના દરમાં પણ ઘટાડો કરતા દેશના કરોડો લોકોને આની અસર થઈ છે.
દેશની સ્ટેટ બેન્કોની શાખાઓમાં ફીકસ્ડ ડીપોઝીટ તરીકે આશરે પ કરોડ જેટલા સીનીયર સટીઝનોએ રકમ મુકી છે અત્યાર સુધી સ્ટેટ બેંક દર વર્ષે ૭ ટકા વ્યાજ આપતું હતું તેને હવે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને ૧ વર્ષથી બે વર્ષ સુધી મુકવામાં આવેલ રકમ પર ૬.૮૦ ટકા વ્યાજ આપવાનું શરૂ કર્યું છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાઅે પણ ૭.૧પ ટકા વ્યાજને બદલે ૬.૯પ ટકા, યુનાઈટેડ કોમર્શીયલ બેન્કે ૭ ટકાને બદલે ૬.૮૦ ટકા વ્યાજ આપવાનું શરૂ કરતાં અન્ય રાષ્ટ્રિય્ બેન્કોએ પણ ફીકસ્ડ ડીપોઝીટ રકમ પર વ્યાજ ઘટાડયાના સમાચાર પ્રાપ્ત થયા છે.
સેવીંગ્સ ખાતામાં ઘણી બેન્કો ૪ ટકા વ્યાજ આપતી હતી તેને બદલે હવેથી ૩.પ૦ કે ૩.રપ ટકા વ્યાજ આપવાનો નિર્ણય લીધો છે. બચત રકમ પર વ્યાજનો દર ઘટતાં કરોડો નિવૃત લોકો તથા સીનીયર સીટીઝનોની આવકમાં પણ ઘટાડો થશે અને જેમનો વ્યાજ પર આધાર છે તેઓને ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.