વ્યાજ દર ઘટવાથી પેન્શનરોને ૫૮૪૫ રૂપિયાનુ નુકસાન થયુ
ફેબ્રુઆરી મહિના બાદથી મોટા ભાગની બેંકોએ ડિપોઝિટ રેટ ઘટાડી છે
નવી દિલ્હી, દેશમાં વ્યાજદરમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આ ઘટાડાના દોરના કારણે પેન્શનરોને મોટો ફટકો પડી રહ્યો છે. રિઝર્વ બેંકે હાલના વર્ષોમાં આર્થિક સુસ્તીની Âસ્થતી વચ્ચે ગ્રોથને વધારી દેવા માટે વ્યાજદરમાં સતત ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકે ગ્રોથને વધારી દેવા માટે સતત પાંચ વખત રિપો રેટમાં ઘટાડો કર્યો છે. વ્યાજદર ઘટી જવાના કારણે પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડેચરમાં ૦.૩ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે.
ફેબ્રુઆરી મહિના બાદથી મોટા ભાગની બેંકોએ ડિપોઝિટ પર ૬.૭૫ ટકાના દરે વ્યાજ મળી રહ્યો છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયાના એક નવા અભ્યાસમાં દાવો કરવામા ંઆવ્યો છે કે પેન્શનરોને વ્યાજદરમાં ઘટાડો કરવાના કારણે સરેરાશ ૫૮૪૫ રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં આશરે ચાર કરોડ પેન્શનરો છે. તેમાંથી દરેકના ખાતામાં ૩.૩૪ લાખ રૂપિયાની સરેરાશ ટર્મ ડિપોઝિટની રકમ રહેલી છે.
વ્યાજદર ઘટી જવાના કારણે નુકસાન વધારે છે. હાલમાં વ્યાજ દરોને ઘટાડી દેવા માટેનો દોર ચાલી રહ્યો છે. રિઝર્વ બેંકે ગ્રોથને વધારી દેવા માટે સતત પાંચ વખત રિપો રેટમાં ઘટાડો કર્યો છે. મોંઘવારીનો દર સતત લાંબા સમયથી નીચેની સપાટી પર છે. જેના કારણે પેન્શનરોની માસિક રિટર્નની આવકને ફટકો પડી રહ્યો છે. રિઝર્વ બેંકે આ વર્ષે કેટલાક નવા પગલા લીધા છે. જેની અસર જાવા મળી રહી છે. પેન્શનરોના ડિપોઝિટ ઉપર હાલમાં ૬.૭૫ ટકાના દરે વ્યાજ મળે છે.
દેશમાં ઓછામાં ઓછા ચાર કરોડ વરિષ્ઠ નાગરિકોના ખાતામાં ડિપોઝિટની સરેરાશ રકમ ૩.૩૪ લાખ રૂપિયા હોઈ શકે છે. આ ઘટતા વ્યાજદરના દોરમાં ડિપોઝિટરો અને નાણાં લેનાર બંનેના હિતની સાથે એક સમાન વ્યવહાર કરવામાં આવે તે જરૂરી છે. વ્યાજદર ઘટવાથી પ્રાઇવેટ ફાઈનલ એક્સ્પેનડેચર પર પડનાર અંદાજિત અસર ૦.૩ ટકા છે. પેન્શનરોને ૨૦૧૫માં ૮.૫ ટકાના રેટના આધાર પર વ્યાજથી વાર્ષિક કમાણી ૨૮૩૭૦ રૂપિયા હતી
જ્યારે વર્તમાન રેટ ૬.૭૫ ટકા છે જેનાથી વ્યાજથી મળનારી વાર્ષિક રકમ ઘટીને ૨૨૫૪૫ થઇ ગઇ છે. આનાથી વાર્ષિક ૫૮૪૫ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. એસબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, સિનિયર સિટિઝન સેવિંગ્સ એસબીઆઈ દ્વારા પૂર્ણરીતે ટેક્સ ફ્રી કરવાની વિચારણા ચાલી રહી છે.