વ્યાપક સુધારા વીના યુનોમાં વિશ્વાસની કમી રહેશેઃ મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મંગળવારે વહેલી પરોઢે ૩ વાગ્યે સંયુક્ત રાષ્ટ્રની ૭૫મી વર્ષગાંઠ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે વ્યાપક સુધારાઓ વગર સંયુક્ત રાષ્ટ્રની અંદર આત્મવિશ્વાસની કમી રહેશે. તેઓએ કહ્યું કે આજની દુનિયાને તે બહુપક્ષીય સુધારાઓની જરૂર છે જેના માધ્યમથી વાસ્તવિકતા દર્શાવાય અને તમામ હિતધારકોને માનવ કલ્યાણ માટે અવાજ ઉઠાવવાની તક મળે. વડાપ્રધાને કહ્યું કે, આપણે આજના પડકારોનો મુકાબલો જૂની પદ્ધતિઓથી નહીં કરી શકીએ.
એક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ૧૯૩ સભ્યોવાળી યુએનજીએને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે યૂનાઇટેડ નેશન્સના કારણે આપણી દુનિયા એક ઉત્તમ સ્થળ બની શક્યું છે. તેઓએ કહ્યું કે, ૭૫ વર્ષ પહેલા યુદ્ધની ભયાનકતાની વચ્ચે એક માનવ ઈતિહાસમાં એક એવી વૈશ્વિક સંસ્થા બની હતી. વડાપ્રધાને કહ્યું કે યૂએન ચાર્ટરના એક સંસ્થાપક તરીકે ભારત પણ આ પ્રયાસનો હિસ્સો હતો જે ભારતના દર્શન- વસુદૈવ કુટુંબકમને પ્રદર્શિત કરે છે.
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં પોતાનો જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. પીએમે કહ્યું કે તેમના જ કારણે દુનિયામાં શાંતિ અને વિકાસની ધારા વહી રહી છે. મોદીએ આ દરમિયાન ભાર મૂક્યો કે ઘણું બધું એવું છે જે પ્રાપ્ત કરી લીધું છે પરંતુ હજુ પણ ઘણું કરવાનું બાકી છે. તેઓએ કહ્યું કે આપણે આજના સમયમાં ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને વિકાસ તરફ આગળ વધવા, અસમાનતાને ઓછી કરીને ડિજિટલ ટેક્નોલોજીની ક્ષમતનો ઉપયોગ કરવો પડશે.