વ્યાસવાસણા મોટીઝેર રોડમાં ભ્રષ્ટાચાર થયાનો જિલ્લા પંચાયત સદસ્યનો આક્ષેપ
તંત્ર દ્વારા ટૂંક સમયમાં જો રોડ રિસરફેસ નહીં થાય તો ઉપવાસ આંદોલન અને રસ્તા રોકો આંદોલનની ચીમકી
કપડવંજ તાલુકાના વ્યાસ વાસણા મોટીઝેર રોડ તેની મુદત પહેલાં જ સંપૂર્ણ રોડનો સિલકોટ ઉખડી જતાં બિસ્માર અને અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ બાબતે વ્યાપક પ્રમાણ માં કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેની વિજિલન્સ તપાસ અને સંપૂર્ણ રોડ પર ફરી રિસરફેસ કરવાની માગણી જિલ્લા પંચાયત સદસ્ય ધનવંતસિંહ બુધાજી ચૌહાણ કરી છે સાથે-સાથે કપડવંજ તૈયબપુરા લાડુજી ના મુવાડા વઘાસ ઘડિયા રોડ આમ ઉપરોક્ત બંને રસ્તા નું કામ વર્ષ ૨૦૧૬ – ૧૭ માં પૂર્ણ થયેલા છે
જે રસ્તાઓમાં સળંગ સીલકોટ ઉપડી ગયેલ હતો આ બાબતે કાર્યપાલક ઇજનેર ખેડા જિલ્લા પંચાયત નડિયાદ ના ૨૫/૦૫/૨૦૧૮ ના પત્રથી આ કામના ઇજારેદાર શ્રી તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર કપડવંજ ને રસ્તાઓની નુકસાની થયેલ હોય સળંગ સીલકોટ કરવા જણાવેલ હતું પરંતુ સીલકોટ નું કામ પૂર્ણ કરેલ નથી અમુક અમુક ટુકડાઓમાં સીલકોટ કરેલ છે
જેમાં તૈયબપુરા ગામના ભાગમાં અત્યારે હાલ નીકળી શકાય તેવી સ્થિતિ નથી તેમ જ તકેદારી આયોગની કરેલ અરજીના જવાબમાં તકેદારી આયોગ તરફથી મળેલ પત્રમાં વ્યાપક પ્રમાણમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાના બદલે તકેદારી આયોગે એ અમારા પત્ર નો ફક્ત નામ પૂરતો અને વિષય બહારનો જવાબ આપ્યો કે તમારી અરજી મા અને મકાનને મોકલી આપી છે જો હવે તકેદારી વિભાગ તપાસ ન કરી શકતું હોય
તો તપાસનું કામ કોનું ? તેથી એવું જણાઇ રહ્યું છે કે તંત્ર ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યું છે તો આ સંદર્ભમાં જરૂરી કાર્યવાહી કરી આ રસ્તાઓ ની જાત માહિતી મેળવી ઉખડી ગયેલ સીલકોટ ના સંપૂર્ણ ભાગને રિસરફેસ કરવાની અમારી માગણી છે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેમ જિલ્લા પંચાયત સદસ્ય ધન્વંતસિંહ બી ચૌહાણે જણાવ્યું હતું વધુમાં જણાવ્યું કે ટેન્ડર એગ્રીમેન્ટ ક્લોઝ ૧૭ (એ) (બી) ની જોગવાઇ મુજબ કામ પૂર્ણ થયા તારીખ થી ત્રણ વર્ષનો ફ્રી મેન્ટેનન્સ ગેરંટી લાયોબીટી પિરિયડ કપડવંજ વ્યાસવાસણા મોટીઝેર રોડ માટે અમલમાં છે
જે અનુસાર ડામર સપાટીને નુકસાન થયેલ હોય તે સપાટી રીસરફેસ કરવા માંગણી છે તેમજ કપડવંજ તૈયાબપુરા લાડુજીના મુવાડા વઘાસ ઘડિયા રોડ રસ્તાનું ચીકસ સીલ સરફેસ સળંગ લંબાઈ થી ઉખડી ગયેલ હતું તેમ છતાં તૃટક તૃટક કામગીરી રસ્તાઓમાં અધૂરા છોડેલ છે નાયબ કાર્ય પાલક ઇજનેરની સૂચના હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરે લાયોબીલીટી પિરિયડ પસાર થવાની રાહ જોઈ અને પોતે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચાર કરીને ૩ વર્ષ ના જાળવણીના કામમાં કોઇ જ પગલાં ભર્યા નથી અને આવી હલકી ગુણવત્તાવાળા કામથી અવાર નવાર અકસ્માત થઈ રહ્યા છે
તો તેનું જવાબદાર કોણ ? એક મહિનામાં આ અધૂરું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી ૧ માસમાં ના છૂટકે અમોને આજુબાજુના ગામોના સરપંચશ્રી ઓ તાલુકા પંચાયત સદસ્ય આગેવાનો તથા તમામ ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે જાહેર હિતમાં જોહર હિતમાં જો કોઈ નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે