Western Times News

Gujarati News

વ્રતમાં જ રાઈડો બંધઃબાલિકાઓમાં રોષ

File Photo

કોર્પોરેશન તંત્રની નિષ્કિયતા અને ઘોર બેદરકારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિ : કાંકરિયા રાઈડ ના તમામ છ આરોપીઓને આજે કોટમાં રજુ કરાશે : ૭ ઈજાગ્રસ્તો પર સફળ શસ્ત્રક્રિયા

 

(પ્રતિનિધિ) અમદાવાદ : મ્યુનિ. કોર્પો. અને રાઈડના સંચાલકોની ઘોર બેદરકારીના કારણે સર્જાયેલી દુર્ઘટના બાદ અમદાવાદ શહેરમાં તમામ રાઈડ બંધ કરી દેવામાં આવતા નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે વ્રતના તહેવારમાં જ નાની બાલિકાઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. રાઈડ બંધ થવાના કારણે બાળાઓ એમયુઝમેન્ટ પાર્કમાં જઈ શકતી નથી ત્યારે હજુ ૧૦ દિવસ સુધી રાઈડ ચાલુ થઈ શકે તેવી સ્થિતિ નથી. આમ સંચાલકોની બેદરકારીનો ભોગ બાળાઓ બની રહી છે ત્યારે બીજીબાજુ આ સમગ્ર કાંડમાં પકડાયેલા રાઈડના સંચાલક સહિત ૬ આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૩૦ નાગરિકોમાંથી માત્ર એક જ વ્યક્તિઅે રજા આપવામાં આવી છે જયારે સાત ઈજાગ્રસ્તો પર સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.

કાંકરિયા લેકમાં બનાવવામાં આવેલા એમયુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી જવાની ઘટના બાદ મ્યુનિ. સત્તાવાળાઓ સફાળા જાગ્યા છે હંમેશા દુર્ઘટના બાદ જ અગમચેતીના પગલા ભરવા માટે જાણીતા કોર્પોરેશનના સત્તાવાળાઓએ તઘલખી નિર્ણય લઈ તમામ એમયુઝમેન્ટ પાર્કો બંધ કરાવી દીધા છે. નિયમિત રીતે કરાનારી કાર્યવાહી નહી થઈ શકવાના કારણે આજે આ પરિસ્થિતિમાં નિર્માણ થયું છે.


ખાસ કરીને વ્રતના તહેવાર દરમિયાન જ શહેરભરની રાઈડ બંધ કરી દેવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. કોર્પોરેશન સત્તાવાળાઓએ જે કામ નિયમિત કરવાનું હતું તે કામ નહી કરતા કાંકરિયાની દુર્ઘટના સર્જાઈ છે અને તેમાં બે વ્યક્તિઅો ભોગ લેવાયો છે જયારે ૩૦ વ્યક્તિઅો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ તમામ પરિસ્થિતિમાં ઘોર બેદરકારીના કારણે સર્જાઈ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા હવે કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યું છે અને આડેધડ નિર્ણય લેવા લાગ્યુ છે.

ગઈકાલ સવારથી જ કાંકરિયા લેકમાં તૂટી ગયેલી રાઈડનું સરકારી તંત્ર અને મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ દ્વારા ચકાસણી શરૂ કરાઈ હતી પરંતુ ચકાસણી માટે આવેલા અધિકારીઓએ કઈ પણ કહેવાનો ઈન્કાર કરી દેતા હવે તમામ બાબતો શંકા ઉપજાવે તેવી છે. મ્યુનિ. કોર્પો.તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ નહી કરવામાં આવતા હવે અન્ય રાઈડો પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે અને ઘોર બેદરકારીના કારણે અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ બાળાઓને નિરાશ કરીને શહેરભરની રાઈડ બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે.

રાજય સરકારે પણ આ ઘટનાને ગંભીરતાથી ગણી મહત્વપૂર્ણ નિર્ણયો લેતા રાજયભરમાં રાઈડ બંધ કરી દેવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં નાની બાળાઓ માટે ખૂબ જ મહત્વના ગૌરી વ્રતના તહેવાર દરમિયાન જ રાઈડો બંધ થઈ જતા રોષ ફેલાયો છે. ફિટનેશ સર્ટિફિકેટની ચકાસણી સહિત રાઈડોની નિયમિત ચકાસણી કરવાની કામગીરીમાંથી કોર્પોરેશનનું તંત્ર ઉણુ ઉતરતા વર્તમાન  પરિસ્થિતિમાં રાજયભરની અંદર રોષ ફેલાયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા શહેરભરમાં તમામ રાઈડો બંધ કરી દેવામાં આવતા બાલિકાઓ અહીં તહીં ભટકતી જાવા મળી રહી છે આ ઉપરાંત બગીચાઓમાં પણ ભારે ભીડ જાવા મળે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ આ સમગ્ર ઘટનામાં રાઈડના સંચાલકને જવાબદાર ગણી હાથ ઉંચા કરી દીધા છે. બીજીબાજુ પોલીસે પણ રાઈડના સંચાલક સહિત ૬ વ્યક્તિઅો ધરપકડ કરી તેઓની સામે ગંભીર કલમો દાખલ કરી દીધી છે અને આ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે.

રાઈડ તૂટી જવાની ઘટનામાં ૩૦ જેટલી વ્યક્તિઅો એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તે પૈકીની એક વ્યક્તિને ગઈકાલે મોડી સાંજે રજા આપી દેવામાં આવી હતી જયારે હજુ પણ ર૮થી વધુ વ્યક્તિઅો સારવાર હેઠળ છે જેમાંથી ૭ ઈજાગ્રસ્તો પર ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તમામ વ્યક્તિઅો ની હાલત સુધારા પર છે જાકે હજુ પણ એક કિશોરની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે. અમદાવાદ શહેરમાં અંદાજે ૧૦ જેટલા એમયુઝમેન્ટ પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.