વ્હાઇટ હાઉસ છોડતા પહેલા ટ્રમ્પ ચીન સામે મોટા એક્શનની તૈયારીમાં
વોશિંગટન, અમેરિકામાં ભલે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનને સ્પષ્ટ બહુમત મળ્યો હોય, પરંતુ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે વ્હાઇટ હાઉસ છોડવા માટે તૈયાર નથી. એક રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં છેલ્લો એક મહિનો વિતાવવાના છે. આગામી 20 જાન્યુઆરીના રોજ જો બિડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે અને પછી તો ટ્રમ્પને વ્હાઇટ હાઉસ છોડવું જ પડશે.
આ સિવાય એક વાત એ પમ સામે આવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચીન સામે મોટી એક્શન લેવાની તૈયારી કરી રહીં છે. ટ્રમ્પ કંઇક એવું કરવા જઇ રહ્યા છે કે જેના કારણે જો બિડેનની મુશ્કેલીમાં વધારો થશે. એક રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પ સતત કોરોના વાયરસ મહામારી માટે ચીનને જવાબદાર ગણાવતા આવ્યા છે. ટ્રમ્પનું સ્પષ્ટ માનવું છે કે ચીનની ભૂલના કારણે અમેરિકાને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
નિષ્ણાંતોના મતે જો બિડેન જેવા શપથ લેશે કે તેની સાથે જે અમેરિકાની વિદેશ નીતિમાં મોટો બદલાવ વી શકે છે. ત્યારે એક વાત એ પણ છે કે ટ્રમ્પ સસરળતાથી બધુ બિડેનના હાથમાં સોંપી દે તેવું લાગતું નથી. ટ્રમ્પને એવીપણ ચિંતા થાય છે કે જો બિડેન ચીન અને ઇરાનને લઇને નરમ નીતિ અપનાવી શકે છે. તો સાથે બિડેન સાઉદીના પ્રિન્સ સલમાન, નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ અને તૂર્કીના રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં પગલા લઇ શકે છે.
ત્યારે ટ્રમ્પ પોતાની સત્તાના છએલ્લા મબિનામાં કોઇ પણ બહાને ટ્રમ્પ અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ કરાવી શકે છે. આ સિવાય ચીનની કોમ્યુનિસ્ટ સરકાર સાથે જોડાયેલા લોકો પર વિઝા પ્રતિબંધ અને બીજિંગ ઓલમ્પિકમાં અમેરિકા સામેલ નહીં થાય તે નિર્ણયો પણ સામેલ હશે. જો ટ્રમ્પ આવા કોઇ નિર્ણયો કરશે તો બિડેનને સત્તા સંભાળતાની સાથે ચીનનો મુકાબલો કરવો પડશે.