વ્હાઈટ થીમ પર સજાવાયેલું અંકિતાનું નવું ઘર છે ખૂબ સુંદર

મુંબઈ, એક્ટ્રેસ અંકિતા લોખંડે પતિ વિકી જૈન સાથે આખરે પોતાના નવા ઘરમાં રહેવા જતી રહી છે. ગુરુવારે અંકિતાએ પોતાના મિત્રો માટે ઘરે હાઉસવોર્મિંગ પાર્ટી રાખી હતી. પાર્ટીમાં અલી ગોની, જાસ્મીન ભસીન, સના મકબૂલ, રાહુલ વૈદ્ય જેવા ટીવીના જગતના કેટલાય સેલિબ્રિટીઝ સામેલ થયા હતા.
અંકિતાના ઘરે યોજાયેલી પાર્ટીના કેટલાક વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અંકિતાના વ્હાઈટ થીમના આલિશાન ઘરની ઝલક જાેવા મળે છે. અલી ગોનીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે અંકિતાના ઘરમાં મૂકાયેલા મોટા પુલ ટેબલ પર અન્ય મિત્રો સાથે પુલ રમતો જાેવા મળે છે.
વ્હાઈટ રંગનું પુલ ટેબલ ખાસ્સું મોટું છે અને વ્હાઈટ રંગની દિવાલો ઘરને શાંત અને વધુ સુંદર બનાવે છે. આ સિવાય જાસ્મીન ભસીને પણ એક વિડીયો શેર કર્યો છે. જેમાં ફ્લાવર વાઝની પાસે મીણબત્તીઓ પેટાવીને મૂકેલી છે. આ નજારો ખૂબ જ સુંદર છે.
આ સિવાય ઘરમાં વ્હાઈટ રંગના સોફા, વિવિધ જગ્યાએ ફૂલદાની, સુંદર પડદા અને સજાવટ જાેવા મળી રહી છે. અલી અને જાસ્મીને અંકિતા-વિકીને નવા ઘર માટે અભિનંદન પાઠવ્યા હતા. અંકિતા લોખંડની પાર્ટી હોય અને તેમાં નાચ-ગાન ના હોય એવું કઈ રીતે બને.
અંકિતાની પાર્ટીમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં સના મકબૂલ સહિતના મિત્રો ડાન્સ કરતાં દેખાઈ રહ્યા છે. અંકિતા અને વિકીના ઘરની થીમ વ્હાઈટ છે ત્યારે તેમની નેમપ્લેટ પણ એટલી જ સુંદર છે. વ્હાઈટ ફ્રેમમાં ગોલ્ડન અક્ષરથી ‘વિકાસ અને અંકિતા’ લખેલી નેમપ્લેટ લગાવામાં આવી છે. વિકી અને અંકિતાના ઘરની બાલકનીમાંથી સના મકબૂલે તેમની સાથે એક ફોટો પડાવીને શેર કર્યો છે.
હાઉસવોર્મિંગ પાર્ટી માટે અંકિતાએ બ્લૂ રંગનો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે વિકી કેઝ્યુઅલ લૂકમાં જાેવા મળી રહ્યો છે. તો સનાએ ગ્રે અને પિંક રંગનું જેકેટ અને શોર્ટ્સ પહેર્યા છે. સનાએ કપલને અભિનંદન પાઠવતાં લખ્યું, ‘ખરેખર સ્માર્ટેસ્ટ જાેડીનું હેપી પ્લેસ છે.’ આ સિવાય સનાએ એક તસવીર શેર કરી હતી જ્યાં નિયોન લાઈટ્સથી ધ હેપી પ્લેસ લખવામાં આવ્યું હતું.SS1MS