વ્હોટ્સએપે વિવાદાસ્પદ પ્રાઇવસી પોલિસી પર જાતે જ પ્રતિબંધ લગાવ્યો
નવીદિલ્હી: ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાની વિવાદાસ્પદ પોલિસીને કારણે બેકફૂટ પર છે. દિલ્હી હાઇકોર્ટમાં વ્હોટ્સએપે કહ્યું હતું કે તેણે પોતાની પ્રાઇવસી પોલિસી પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હી હાઇકોર્ટમાં વ્હોટ્સએપ અને આ એપની માલિક કંપની ફેસબુકે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની તપાસ સામે અપીલ કરી છે.સીસીઆઇએ ગત મહિને વ્હોટ્સએપ અને ફેસબુકને નોટિસ જાહેર કરી હતી અને તેની પાસે પ્રાઇવસી પોલિસી અંગે જાણકારી માગી હતી. આની વિરુદ્ધ વ્હોટ્સએપ સિંગલ જજની બેંચમાં ગયો હતો, જ્યાં તેમની અપીલ રદ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે પોલિસીમુદ્દે પહેલાંથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યાર પછી વ્હોટ્સએપે દિલ્હી હાઇકોર્ટમાં આ ર્નિણયનો વિરોધ કર્યો છે.
સિંગલ જજની બેન્ચ સામે કેન્દ્રએ પણ વ્હોટ્સએપ પોલિસીનો વિરોધ કર્યો હતો. કેન્દ્રે કોર્ટને કહ્યું હતું કે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલનો કાયદો બન્યા પહેલાં વ્હોટ્સએપ, યુઝર્સને પોતાની પ્રાઇવસી પોલિસી એક્સેપ્ટ કરવા મજબૂર કરે છે. ભારતમાં વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી ફેબ્રુઆરીમાં લાગુ કરવાની હતી, પરંતુ યુઝર્સ અને નિષ્ણાતે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પોલિસીમાં સરકારના હસ્તક્ષેપની માગ ઊઠી હતી. ત્યાર પછી કંપનીએ આમાં વિલંબ કર્યો હતો. આ પોલિસીને મે મહિનાના મિડ ટાઇમમાં લાગુ કરાશે. વ્હોટ્સએપે ત્યારે સરકારને કહ્યું હતું કે યુઝર્સની પ્રાઇવસી તેમના માટે ટોપ પ્રાયોરિટીનો મુદ્દો છે.
દિલ્હી હાઇકોર્ટે વ્હોટ્સએપ અને તેની મૂળ કંપની ફેસબુક આઇએનસીની સિંગલ બેકના આદેશ સામેની અપીલ પર સુનાવણી કરાઈ. આ દરમિયાન ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહ સામે વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી વિરુદ્ધ સીસીઆઇ તપાસમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી હતી.આ કેસમાં એડવોકેટ ગુરુકર્ણ સિંહે કહ્યું હતું કે અમે એક પિટિશન ફાઇલ કરી છે. વ્હોટ્સએપ માટે વરિષ્ઠ અધિવક્તા હરીશ સાલ્વેએ કહ્યું હતું કે વ્હોટ્સએપે દિલ્હી હાઇકોર્ટને શુક્રવારે કહ્યું હતું કે નવી પ્રાઇવસી પોલિસીને અત્યારે સ્વૈચ્છિક હોલ્ડ પર રાખવામાં આવી છે. કંપનીએ કહ્યું હતું કે જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગુ નહીં થાય ત્યાં સુધી તે પોતાની કાર્યક્ષમતામાં ઘટાડો નહીં કરે. આનો અર્થ એ થાય છે કે યુઝર્સ જે સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે એ યથાવત્ રહેશે.