શંકામાં પતિની હત્યા કરી કાપેલું માથું લઇ પોલીસ સ્ટેશન પહોંચી મહિલા

તિરુપતિ, તિરુપતિમાં ૫૦ વર્ષિય મહિલાએ બેવફાઇની શંકામાં પતિની હત્યા કરી નાંખી. આરોપી વસુંધરાએ તેનાં ૫૩ વર્ષનાં પતિ રવિચંદરની ચપ્પુ મારીને ક્રુરતાપુર્વક હત્યા કરી નાંખી છે.
એટલું જ નહીં આ બાદ તે રવિચંદરકનું કાપેલું માથુ લઇ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આત્મસમર્પણ કરી લીધુ હતું.
હાલમાં એક ચોકાવનારી ઘટનામાં ૫૦ વર્ષિય મહિલાએ બેવફાઇની શંકામાં તેનાં પતિની હત્યા કરી નાંખી છે. આરોપી વસુંધરાએ તેનાં ૫૩ વર્ષિય પતિ રવિચંદરની ચપ્પુ મારીને ક્રુરતાપુર્વક હત્યા કરી નાંખી છે.
એટલું જ નહીં આ બાદ તે રવિચંદરકનું કાપેલું માથુ લઇ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આત્મસમર્પણ કરી લીધુ હતું.
તિરુપતિનાં રેનીગુંટામાં આ ઘટનાની સૂચના મળી અને આ ઘટનાથી શહેરમાં સનસની મચી ગઇ. વસુંધરાનાં લ્ગન બિઝનેસમેન રવિચંદર સાથે ૨૫ વર્ષ પહેલાં થયા હતાં તેમને એક ૨૦ વર્ષનો દીકરો છે. લગ્ન બાદથી તેરેનીગુંટાનાં બુગ્ગા સ્ટ્રીટમાં રહેતા હતાં.
તેમનું વૈવાહિક લગ્ન જીવન અત્યાર સુધી સારુ ચાલતું હતું. પણ અચાનક તે બંને વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા. ગુરવારનાં મોડી રાત્રે ઘરે આવેલાં રવિચંદ્રન અને વસુંધરાની વચ્ચે ખુબજ બોલાબોલી થઇ હતી.
પોલીસે આપેલી માહિતી અનુસાર, સવારે વસુંધરાએ રવિચંદરને અંધાધુંધ ચપ્પા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વસુંધરા તેનું માથુ કાપીને પોલીસ સ્ટેશન લઇને પહોંચી હતી. વસુંધરા એક ઓટોમાં પ્લાસ્ટિકની થેલીમાં તેનાં પતિનું માથુ લઇને આવી હતી.
અને તેમે આત્મસમર્પણ કર્યું હતું.પોલીસે આ મામલે કેસ દાખલ કર્યું છે. શવને પોસ્ટમોર્ટમ માટે તિરુપતિની હોસ્પિટલમાં મોકલ્યું હતું.
પોલીસે હજુ સુધી હત્યાની પાછળનું સંપૂર્ણ કારણ જાણવાં મળ્યું નથી પણ કહેવાય છે કે, વસુંધરાને શંકા હતી કે તેનાં પતિનું અફેર ચાલે છે અને આ બાબતે તેમનાં વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતાં.HS