શંખેશ્વરમાં શિક્ષકો દ્વારા બાઈક રેલી કાઢીને શહેરીજનોને મતદાન કરવા અંગે જાગૃત કરાયા

(માહિતી) પાટણ, લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરમાં તમામ વર્ગના મતદારો સહભાગી બનીને પોતાનો કિંમતી મત આપે એ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં પાટણ જિલ્લા વહીવટીતંત્ર પણ સહભાગી બન્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શંખેશ્વર શહેરમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
શંખેશ્વર શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને પ્રજાજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. બાઈક રેલીમાં મતદાન જાગૃતિના ગીતો વગાડી બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા તમામ પ્રજાજનો સુધી આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.