શું હજુ પણ મોદી નમસ્તે ટ્રમ્પ કરશે: પી. ચિદમ્બરમ
ભારતે જાહેર કરેલા કોરોના વાયરસના આંકડા પર સવાલ ઉઠાવ્યા હતા.
નવી દિલ્હી, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ટ્વીટ કર્યું છે.
કોંગ્રેસ નેતાએ પોતાના ટિ્વટમાં પૂછ્યું છે કે શું પીએમ મોદી તેમના મિત્રના માનમાં ‘નમસ્તે ટ્રમ્પ’ માટે વધુ રેલી કરશે?
https://westerntimesnews.in/news/76423
પી.ચિદમ્બરમનું આ ટ્વીટ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી આવ્યું છે જેમાં તેમણે ભારતે જાહેર કરેલા કોરોના વાયરસના આંકડા પર સવાલ ઉઠાવ્યા હતા.
ટ્રમ્પે ભારત, ચીન અને રશિયા પર અમેરિકી રાષ્ટ્રપતિની ચર્ચા દરમિયાન કોરોનાના સાચા આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે હવે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ચીન અને રશિયા સાથે જોડ્યું હતું અને ત્રણેય દેશો પર કોવિડથી થયેલા મૃત્યુની સંખ્યા છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે ત્રણેય દેશો પર સૌથી વધુ વાયુ પ્રદૂષણ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની મુલાકાત લીધી હતી.
દરમિયાન, પીએમ મોદીએ ટ્રમ્પના સ્વાગત માટે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ ગુજરાતના અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ નામની રેલીનું આયોજન કર્યું હતું.
આ પછી, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યજમની કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ખર્ચ કરવામાં આવેલી રકમને લઈને વિપક્ષે કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કર્યા હતા.
તે સમય દરમિયાન દેશ સીએએ વિરોધ અને દિલ્હી હિંસા જેવી ઘટનાઓનો પણ સામનો કરી રહ્યો હતો.SSS