શક્તિસિંહે વડાપ્રધાન મોદી-શાહને હિસ્ટ્રીશિટર ગણાવ્યા
અમદાવાદ: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે પેગાસસ મુદ્દે એવું નિવેદન આપ્યું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવા બનાવો બન્યા હતા. જેથી તેમણે વડાપ્રધામ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને હિસ્ટ્રી શીટર ગણાવ્યા .
પેગાસસ મુદ્દે હવે વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આ મદ્દે નિવેદન આપવામાં આવ્યું. જેમા શક્તિસિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હુ પણ ગુજરાતમાંથી આવું છું. પહેલા ગુજરાતમાં પણ આવાજ કામો થતા હતા. તેમના આ નિવેદનને લઈને મામલો વધું ગરમાયો છે.
કોંગ્રેસ નેતા શક્તિસિંહે મોદી અને ગૃહમંત્રી સામે સીધા આક્ષેપો કર્યા છે. જેમા તેંમણે એવું કહ્યું કે આઇબી અને આઇજીપીએ નાણાવટી કમિશનમાં એફિડેવિટ કર્યું હતું. તે એફિટેવિટમાં પણ ફોન ટેપિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી આ સમગ્ર મામલે તેમણે વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને હિસ્ટ્રી શિટર ગણાવ્યા છે.
સમગ્ર મામલે શક્તિસિંહ ગોહીલ દ્વારા ૨૧ વર્ષની દિકરીની જાસૂસીનો મુદ્દો પણ ઉછળવામાં આવ્યો હતો. બાદમાં તેમણે
જેસીપીની રચના કરી સમગ્ર મામલે તપાસ કરવા માટેની માગ કરી હતી. બીજી તરફ પેગાસસનો મુદ્દો હવે છેક સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોચ્યો છે. જેમા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કેન્દ્ર સરકારને સલાહ આપવામાં આવી છે.
જાેકે સંચાર મંત્રી દ્વારા આ રિપોર્ટને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા આ પ્રેસ રિપોર્ટોનું આવવું સંયોગ ન હોઈ શકે. સમગ્ર મામલે અશ્વિની વૈષ્ણવે એવું પણ કહ્યું કે રવિવારે રાતના સમયે એક વેબ પોર્ટલ પર આ સ્ટોરી ચાલી હતી. જેમા ઘણા આરોપો લગાવામાં આવ્યા હતા. પરંતુ સંસદ સત્રના એક દિવસ પહેલા આ પ્રેસ રિપોર્ટ સામે આવ્યો છે. તે સંયોગ ન હોઈ શકે તેવું અશ્વિની વૈષ્ણવનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે વખતે પણ તેમની પર ફોન ટેપ થવાના આક્ષેપો લાગ્યા હતા. જેથી તે સમયે વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ સામે તપાસની માગ ઉઠી હતી. હાલ આ સમગ્ર મામલે શક્તિસિંહ ગોહિલે એવું કહ્યું છે કે સરકાર પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે કે નહી તેનો સીધો જવાબ આપે.