શખ્સે દોરડાથી બાંઘીને બાઈકની ઝડપે શ્વાનને દોડાવ્યો
નવી દિલ્હી, કહેવાય છે કે શ્વાન માણસને જેટલો પ્રેમ કરી શકે છે તેટલો પ્રેમ નથી માણસ ડોગને નથી કરી શકતો. શ્વાન તેના માલિક પ્રત્યે એટલો વફાદાર હોય છે કે તે તેના માટે કંઈ પણ કરી શકે છે, પરંતુ વ્યક્તિ શ્વાન માટે કંઈ પણ કરતા પહેલા વિચારે છે.
આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે આ વાતોને ખોટી સાબિત કરી રહ્યો છે. તે જાેવાનું ખૂબ જ રસપ્રદ છે કે કેવી રીતે સ્કૂટી પર જઈ રહેલા માણસે એક શ્વાનને મદદ કરી. કન્ટેન્ટ ક્રિએટર વિવેક જાડોએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે.
વિડિયો પરથી તે ક્યાંનો છે તે જાણી શકાયું નથી. બાઇક પર બેઠેલા બે લોકો એક ડોગને પોતાની સાથે લઈ જઈ રહ્યા છે. બાઇક પર જગ્યા ન હોવાને કારણે તેમણે ડોગને દોરડાથી બાંધી દીધો છે અને તેને રસ્તા પર દોડાવતો જાેવા મળે છે. બિચારો ડોગ પણ ગમે તે રીતે બાઇકની બરાબરી કરી સાથે દોડતો જાેવા મળે છે. અચાનક સ્કૂટી પર બેઠેલા બે લોકો બાઇક સવારોની બાજુમાં આવે છે અને ડોગની આવી હાલત વિશે અવાજ ઉઠાવે છે. તેમને જાેઈને એવું લાગે છે કે તેઓ બાઇક સવારને પૂછી રહ્યા છે કે તમે ડોગને આ રીતે બાંધીને કેમ લઈ જાઓ છો.
વ્યક્તિની બોડી લેંગ્વેજ પરથી એવું લાગે છે કે તે સ્પષ્ટીકરણ આપી રહ્યો છે કે બાઇકમાં જગ્યા નથી, તેથી તે ડોગને આ રીતે લઈ રહ્યો છે. આ પછી, સ્કૂટી સવાર ડોગને લિફ્ટ આપે છે, સવાર પોતે ડોગને તેના સ્કૂટર પર આગળ બેસાડે છે અને બાઇક સાથે જાય છે.
કારમાં વીડિયો બનાવનાર વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું છે કે તે આ દ્રશ્ય જાેઈને ગુસ્સે થઈ ગયો હતો અને વીડિયો બનાવીને પુરાવા એકઠા કરી રહ્યો હતો. તેનો ઈરાદો વ્યક્તિને રોકીને ડોગને કારમાં બેસાડવાનો હતો, પરંતુ પછી સ્કૂટી પર બેઠેલા કાકાએ આવીને તે જ કર્યું જે વીડિયો બનાવનાર વ્યક્તિ કરવા માંગતો હતો. આ વીડિયો જાેઈને લોકો પણ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. તેમનું કહેવું છે કે માનવતા આજે પણ જીવંત છે. બધા પેલા કાકાના વખાણ કરી રહ્યાં છે.SSS