Western Times News

Gujarati News

શટલિયાઓની “જાળ” વચ્ચે ફસાતુ અમદાવાદ

અલગ-અલગ સ્થળોએ જવા નાગરિકો માટે આશિર્વાદરૂપ શટલ રીક્ષાઓ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં જવા માટે લાલબસની જેટલી સુવિધા જાેવા નહી મળે તેના કરતા ઝડપી સુવિધા “શટલ રીક્ષાઓ”ની જાેવા મળશે. બીજા શબ્દોમાં કહીએ તો શટલિયાની જાળ ચારો તરફ ફેલાઈ છે.

એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા નાગરિકો શટલનો સહારો લે છે. એસ.જી.હાઈવે પર સરખેજથી ત્રિમુર્તી મંદિર સુધી શટલ મળી રહે છે તો સરખેજથી બીજા માર્ગે નારોલ સુધીના શટલીયા મળે છે તો સાણંદ જવાના શટલ મળે છે સોલા ભાગવત ઉતરો તો સામેથી પ્રભાત ચોક સુધી જવાના શટલ મળી રહે, વળી ચાણક્યપુરી- પ્રભાતચોકથી કાલુપુર, ઈન્કમટેક્ષ, લાલદરવાજા સુધીના શટલ મળી રહે છે.

ઈન્કમટેકસ, ઉસ્માનપુરાથી પાલડી, વાસણા છેક જુહાપુરા સુધીના શટલ મળી રહે છે. ગોતાથી ચાંદલોડિયા, ઈન્કમટેકસ, લાલદરવાજાના શટલિયા ઉપલબ્ધ હોય છે ઈન્કમટેકસ આકાશવાણીથી સી.જી.રોડ (પંચવટી) સુધીના શટલ મળી રહે છે તેવી જ રીતે સી.જી.રોડથી ઈન્કમટેકસના શટલ ચાલે છે.

અંકુરથી નહેરૂનગર તરફ જવા વાયા યુનિવર્સીટીના શટલ મળી રહે છે જે છેક વાડજથી ઉપડે છે વાડજથી ગોતાના, શટલ ચાંદલોડિયા થઈ જાય છે તો કે.કે.નગરથી ઉપડતા છકડા વસ્ત્રાપુર થઈને જીવરાજપાર્ક જાય છે. જીવરાજપાર્કથી જુહાપુરા- સરખેજના શટલ મળી રહે છે તો રૂપાલી બસ સ્ટેન્ડો પરથી પાલડી-જુહાપુરા, ઈન્કમટેકસના શટલો મળે છે.

લાલદરવાજાથી ચાણકયપુરીના શટલીયા રેગ્યુલર દોડે છે તો રૂપાલીથી લકી- ટી સ્ટોલવાળા માર્ગે સરદારનગર, દરિયાપુર, સિવિલ, ચમનપુરા સુધી શટલ દોડે છે જયારે રીલીફ રોડથી કાલુપુર સુધીના શટલીયા ભરચક ઉપડે છે. તો લાલદરવાજાથી મણીનગર સુધીના વચ્ચે આવતા માર્ગ, વટવા, નારોલના શટલીયા ઉપડે છે.

મણીનગરથી હાથીજણ સુધીના શટલો ચોકકસ દોડે છે. આ સિવાયના તો શટલના અસંખ્ય રૂટ છે નટરાજ અંડરબ્રીજ થઈને લો ગાર્ડન, પંચવટી સુધી શટલ ઉપડે છે. નહેરૂનગર, વસ્ત્રાપુર, આંબાવાડી સુધીના શટલિયા દોડે છે. આટલા લખેલા રૂટ પરથી સમજી શકાય છે કે અમદાવાદમાં શટલ રીક્ષાઓ કેટલા મોટા પ્રમાણમાં દોડે છે શટલનો ઉપયોગ કરીને વ્યક્તિ ગાંધીનગર, મહેમદાવાદ, કલોલ, બાવળા, ધોળકા સહિતના વિસ્તારો સુધી પહોંચી શકે છે.

શટલ રીક્ષાઓની જાળ એટલી મોટી છે કે શટલીયાઓનો ઉપયોગ કરીને મુસાફર પ૦-૧૦ કીલોમીટર સુધી આસાનીથી પહોંચી વળે છે મોટી સંખ્યામાં શટલો કઈ રીતે ચાલતા હશે તે વિચારવા જેવી વાત છે જાે આ શટલ રીક્ષાઓ બંધ થાય તો સેંકડો નાગરિકો પોતાના કામકાજના સ્થળે સમયસર પહોંચી શકે નહિ નાગરિકો શટલ રીક્ષાને એટલે પસંદ કરે છે કે તે સમયસર અને કામકાજના સ્થળની નજીક પેસેન્જરને ઉતારી શકે છે એટલે લોકો ઝડપથી કામકાજના સ્થળે પહોંચી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.