શત્રુઘ્ન પર પૂજા મિશ્રાએ લગાવ્યો સેક્સ સ્કેમનો આરોપ.
પૂજા મિશ્રાએ શત્રુઘ્ન સિન્હા પર લગાવ્યા આક્ષેપ:શત્રુઘ્નને આપેલી મુશ્કેલીઓ વેઠી રહ્યો છું, શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાએ મારી પાસેથી ૩૫ ફિલ્મો છિનવી.
મુંબઈ,બિગ બોસ ૫ ફેમ પૂજા મિશ્રાએ હાલમાં શત્રુઘ્ન સિન્હા અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પૂજા મિશ્રાએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં સિન્હા પરિવાર પર તેના કરિયર અને જીવન બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં પૂજા મિશ્રાએ, શત્રુઘ્ન સિન્હા અને પરિવારે તેની સાથે ‘સેક્સ સ્કેમ’ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેણે કહ્યું હતું કે, તેઓ તેને બેભાન કરીને ટ્રેડ કરતા હતા અને તેની વર્જિનિટી વેચીને જ દીકરી સોનાક્ષીને સ્ટાર બનાવી.
પૂજા મિશ્રાનું કહેવું હતું કે, તેણે ૧૭ વર્ષ સુધી આ સહન કર્યું છે અને જાે કોઈ તેની જગ્યાએ હોત તો અવળું પગલું ભરી લેતું હોત. પૂજા મિશ્રાના પિતા પદ્માકર મિશ્રા ઈનકમ ટેક્સ અધિકારી હતી. તેણે કહ્યું હતું કે, તેના પિતાએ શત્રુઘ્ન સિન્હા અને મિત્રોને ઘણીવાર કરોડોની મદદ કરી હતી. પરંતુ સિન્હા પરિવારે બદલામાં તેને પરેશાની આપી હતી. પૂજા મિશ્રાએ કહ્યું હતું કે, ‘બોલિવુડના એક પરિવારે ન માત્ર મારું કરિયર પરંતુ પર્સનલ અને ફાયનાન્શિયલી બર્બાદ કરી દીધી. હું વાત કરી રહું છું શત્રુઘ્ન સિન્હાની.
જે મારા પિતાના સારા મિત્ર હતા. મારા પિતા ઈનકમ ટેક્સ કમિશનર હતા. તેમણે શત્રુઘ્ન સિન્હા અને પૂરા ફ્રેન્ડ સર્કલને ૧૦૦-૧૦૦ કરોડ રૂપિયાની ફેવર કરી હતી. બે દશકા થઈ ગયા પરંતુ આ પરિવાર મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. જ્યારે મારા પિતા મુંબઈમાં નોકરી કરતા હતા ત્યારે પૂનમ સિન્હાએ તેમનું બ્રેન વોશ કર્યું હતું. કહ્યું હતું કે, બોલિવુડમાં માત્ર પ્રોસ્ટિટ્યૂટ જ કામ કરે છે’. પૂ
જા મિશ્રાએ આગળ કહ્યું હતું કે, ‘આજે તેમની પોતાની દીકરી સોનાક્ષી સિન્હા બોલિવુડમાં કામ કરી રહી છે. પરંતુ મારું પત્તું કાપવા માટે તેમણે આમ કર્યું. ૨૦૦૫માં જ્યારે મારા પિતા નિવૃત થઈને પુણે જતા રહ્યા ત્યારે શત્રુધ્ન સિન્હા અને પૂનમ સિન્હાએ મારા પર દબાણ કરવાનું શરૂ કર્યું. જ્યાર હું વીડિયોકોનના ગેસ્ટ હાઉસમાં રહેતી હતી ત્યારે બંને મારા પર કાળો જાદુ કરતા હતા. તેઓ હંમેશા અસુરક્ષા અનુભવતા હતા કે હું ક્યાંક વધારે ફેમસ ન થઈ જાઉ. આ જ કારણથી આજે જ્યારે હું પાછળ વળીને જાેઉ છું તો મારી ૩૫ ફિલ્મ આ લોકોએ છિનવી લીધી હતી. આ લોકો મને કન્ફ્યૂઝ કરતાં રહે છે કે, તેમણે નહીં આ કામ સલમાન ખાને કર્યું છે, શાહરુખ ખાને કર્યું છે’.sss