Western Times News

Gujarati News

શત્રુધ્ન સિન્હા TMCમાં સામેલ થાય તેવી સંભાવના

નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શત્રુધ્ન સિંન્હા ટુંક સમયમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીમાં સામેલ થઇ શકે છે. સિન્હાના નજીકના સુત્રે આ માહિતી આપી હતી.સુત્રે એ પણ કહ્યું હતું કે જાે તેઓ ટીએમસીમાં સામેલ થાય તો ટીએમસી તેમને રાજયસભાના સભ્ય બનાવી શકે છે.

સિન્હાએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં હિન્દીમાં ટ્‌વીટ કર્યું હતું ત્યારબાદ અટકળો લાગી હતી કે તે ભાજપમાં ઘર વાપસી કરી શકે છે પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર સિન્હાએ ટીએમસીમાં સામેલ થવાનું મન બનાવી લીધુ છે. ટીએમસીએ તાજેતરમાં રાજય વિધાનસભાની ચુંટણીમાં ભાજપને સખ્ત પરાજય આપ્યો હતો. મમતા બેનર્જીને ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં મોદીના સૌથી મોટા હરીફ માનવામાં આવી રહ્યું છે.આ બાબતે જયારે સિન્હાને પુછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ રીતે કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ સાથે એ પણ કહ્યું કે રાજનીતિ સંભાવનાઓ શોધવાની એક કલાક છે.

ટીએમસી નેતાઓના એક સમૂહે કહ્યું કે તે આ સંબંધમાં સિન્હા સાથે વાતચીત કરી રહ્યાં છે અને વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે તેમણે કહ્યું કે શત્રુધ્ન સિન્હાના સંબંધ મમતા બેનર્જી સાથે હંમેશાથી જ સારા રહ્યાં છે

કહેવાય છે કે સિન્હા ૨૧ જુલાઇના શહીદ દિવસે ટીએમસીમાં સામેલ થઇ શકે છે. બિહારી બાબુના નામથી જાણીતા સિન્હાએ તાજેતરમાં પુરી થયેલ વિધાનસભા ચુંટણી દરમિયાન મમતાની પ્રશંસા કરતા તેમને હકીકતમાં રોયલ બંગાળ ટાઇગર રહ્યાં હતાં. પટણા સાહિબ લોકસભા બેઠકથી બે વારના ભાજપના સાંસદ રહે ચુકેલા સિન્હા કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતાં અને ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં આજ બેઠક પરથી મેદાનમાં હતાં પરંતુ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સામે તેમનો પરાજય થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.