Western Times News

Gujarati News

શનાયા કપૂરની મીરર સેલ્ફી જાેઈને લોકોના હોશ ઉડ્યા

મુંબઈ, બોલિવૂડ કપલ સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ છે. શનાયા કપૂર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તેણે થોડા સમય પહેલા પોતાના એકાઉન્ટને પ્રાઈવેટથી સાર્વજનિક કર્યું છે અને તેને સારી ફેન ફોલોઈંગ મળી છે.

શનાયા પોતાના ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હવે તેણે તેની એક આદતની ઝલક આપી છે, જેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે કોરોનાના આ યુગમાં બહાર જવું જાેખમથી ભરેલુ છે. આવી સ્થિતિમાં, સામાન્ય લોકોની સાથે બોલિવૂડ સેલેબ્સ અને સ્ટાર કિડ્‌સે પણ સમય પસાર કરવાનો એક અલગ રસ્તો શોધી કાઢ્યો છે.

સામાન્ય રીતે જાે વાત કરીએ આપણને બધાને કોઈને કોઈ વિચિત્ર ટેવો હોય છે. હાલમાં શનાયા કપૂરે પણ પોતાની આવી જ એક આદત વિશે જણાવ્યું છે. શનાયાએ પોતાની મીરર સેલ્ફી પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે શનાયા કપૂરે બાથરોબ પહેરીને તેની મિરર સેલ્ફી શેર કરી છે.

શનાયા કપૂર સ્નાન કર્યા પછી ૩ કલાક સુધી બાથરોબ પહેરીને બેઠી હતી. આ ફોટામાં શનાયા કપૂરે સફેદ રંગનો બાથરોબ પહેર્યો છે અને તે પોતાના ભીના વાળને ફ્લોન્ટ કરી રહી છે. તેના લવંડર કલરની નેલ પેઈન્ટ દરેકનું ધ્યાન ખેંચી રહી છે.

શનાયા કપૂરની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. શનાયાના ફેન્સ જાણે છે કે શનાયા મીરર સેલ્ફીની શોખીન છે. તે અવારનવાર પોતાના લુક મીરર સેલ્ફી મારફતે જ ચાહકો સુધી પહોંચાડતી હોય છે. થોડા જ સમય પહેલા શનાયાએ જીમમાંથી એક મીરર સેલ્ફી પોસ્ટ કરી હતી જેને જાેઈ લોકોએ તેની ટોન્ડ બોડીના ખૂબ વખાણ પણ કર્યા હતા.

આ તસ્વીર જાેતા હવે તેની આગામી ફિલ્મને લઈને અટકળો વધુ તેજ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, શનાયા કપૂર અવારનવાર તેના બેલી ડાન્સના વીડિયો શેર કરતી રહે છે, જે તેના ચાહકોને ખૂબ પસંદ આવે છે. આ વીડિયોઝમાં શનાયાની સાથે તેની ડાન્સ ઈન્સ્ટ્રક્ટર સંજના મુથેરા પણ જાેવા મળતી હોય છે. ખબરો મળી રહી છે કે શનાયા કપૂર ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. શનાયા કરણ જાેહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ડેબ્યુ કરશે. તાજેતરમાં આની જાહેરાત કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.